તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિયાલીટી ચેક:મોરબીની એકપણ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીને મા કાર્ડ હેઠળ લાભ નહીં

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મા કાર્ડ હશે તો 10 દી’માં 50,000 સુધીની સારવારનો ખર્ચ સરકાર ભોગવશે તેવી જાહેરાત, પરંતુ વાસ્તવમાં અમલ ક્યારે એ મોટો પ્રશ્ન
  • શહેરની બે જ હોસ્પિટલે સ્વીકાર્યું કે અમને મેલ મળ્યો છે પરંતુ એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ) હજુ આવી જ નથી

રાજ્ય સરકાર દ્વારા બે દિવસ પૂર્વે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અંતર્ગત કોરોનાગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્રતિ દિન 5000 રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત મુજબ વધુમાં વધુ 10 દિવસ સુધી 5000 રૂપિયા સુધીની રાહત મળવા પાત્ર હોવાનું જણાવાયું હતું. પરંતુ મોરબીની સરકારી સિવાયની એક પણ હોસ્પિટલમાં આ યોજના લાગુ પડી નથી. જે ખાનગી હોસ્પિટલો છે અને કોરોનાના દર્દીઓની સારવાર કરે છે તે પણ આ યોજના હેઠળ લાભ આપશે નહીં તેમ દિવ્ય ભાસ્કરે કરેલા રિયાલીટી ચેકમાં જાણવા મળ્યું છે.

શહેરની માત્ર બે જ હોસ્પિટલે સ્વીકાર્યું કે તેમને મેઇલ આવી ગયો છે પરંતુ આવનારા બે દિવસ તો જાહેર રજા છે, માટે આ પરિપત્રનો અમલ સ્થગિત રહેશે. મોરબીમાં માત્ર બે હોસ્પિટલમાં આ યોજના લાગુ પડશે. જેમાં ક્રિષ્ના હોસ્પિટલ તથા આયુષ હોસ્પિટલનો સમાવેશ‌ થાય છે. આ બંને હોસ્પિટલોને માત્ર મેઈલ મળ્યો છે. પરંતુ આ અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસની કોઈ જ જાણકારી મળી નથી. જેમાં શુક્રવારે ઈદ તથા બે દિવસ શની-રવિવાર આવતા હોવાથી સોમવારે આ યોજના અંગે વધુ માહિતી મળે તેવી જાણકારી મળી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત તો કરાઇ પણ હજુ અમલ ક્યારે થશે તે જોવાનું રહે છે.

કોરોના સંક્રમિત દર્દીઓને યોજનાનો કઈ રીતે ફાયદો મળે?
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનામાં જોડાયેલા લાભાર્થીઓને કોરોનાની સારવાર માટે જે સરકારી, ટ્રસ્ટ, ગ્રાન્ટ ઇન એઈડ કે ખાનગી દવાખાનાઓ આ યોજના અંતર્ગત જોડાયેલા હોય ત્યાં લાભ મળશે. જેમાં રૂટીન વોર્ડમાં 1800 રૂ. અથવા 2000 રૂ., એચડીયુ વોર્ડમાં 2700 રૂ. અથવા 3000 રૂ., આઈસીયુ બેડમાં 3500 રૂ. અથવા 4000 રૂ., વેન્ટિલેટર માટે 4500 રૂ. અથવા 5000 રૂ. મળશે. સારવાર આપતાં પહેલાં લાભાર્થીની નોંધણી તથા મંજૂરી મેળવવાની રહેશે. આ ખર્ચમાં તમામ દવા, ઇન્જેક્શન, નિદાન, તપાસ, કન્સલ્ટેશન, નર્સિંગ ચાર્જ, બેડ ચાર્જનો સમાવેશ થાય છે. દર્દીને એક વખત સીટીસ્કેન, આરટીપીસીઆર માટે અલગ મંજૂરી લેવાની રહેશે.

કઈ હોસ્પિટલને લાભ નહીં મળે
મોરબીની શ્યામ, નકલંક, ગોકુલ, મંગલમ, શિવમ તથા સ્પર્શ હોસ્પિટલમાં આ યોજનાનો લાભ મળશે નહીં. આ ખાનગી હોસ્પિટલ કોરોનાની સારવાર કરે છે. પરંતુ આ યોજના મુજબ તેઓનું જોડાણ ન હોવાથી અને પરિપત્ર કે સૂચના ન મળી હોવાથી સહાય મળશે નહીં. આથી અહીં દર્દીઓએ સારવારનો ખર્ચ ભોગવવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...