નિર્ણય:મોરબીની કચેરીઓમાં વેક્સિન ન લીધી હોય તો એન્ટ્રી જ નહીં

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજદારોએ કામ પતાવવા હશે તો રસી લેવી પડશે
  • મુખ્ય ત્રણ કચેરીમાં હવે માત્ર એક જ ​​​​​​​ગેટથી પ્રવેશ

મોરબી જિલ્લામાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે અને દિન પ્રતિદીન. કેસમાં ઉછાળો આવી રહ્યો છે. રાજય સરકારના સુશાસન સપ્તાહ નામે તાયફા કરી ભીડ એકઠી કર્યા બાદ હવે કોરોના સામે લડવા માટે ફરીથી તંત્રએ સક્રિયતા દાખવી હોય તેમ જરૂરી તમામ સાવચેતી સાથે નિયંત્રણ લાદવાની શરૂઆત કરી દીધી છે. મોરબીની સરકારી કચેરીઓમાં હવે કોરોના સામેની લડાઈને મજુબત બનાવવાની તંત્રએ કમર કસી છે. જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં 27 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે.

ફરીથી ખૂબ ઝડપભેર વધતા કોરોના સંક્રમણને ટાળવા માટે મોરબીની સરકારી કચેરીઓમાં ભીડનો ખતરો ટાળી દેવાયો છે. જેમાં મોરબી જિલ્લાની મુખ્ય કહી શકાય એવી ત્રણ કચેરીઓ કે જ્યાં ભીડ વધુ રહેતી હોય તે કચેરીઓમાં મોરબીની જિલ્લા કલેકટર કચેરી, એસપી કચેરી અને જિલ્લા પંચાયત કચેરીમાં એક જ દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે. બાકીના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ત્રણેય કચેરીમાં ફક્ત એક જ દરવાજેથી અવરજવર કરવા દેવામાં આવે છે. એ પણ ચુસ્તપણે નિયમ પાલન સાથે. વેકસીનેશનના બન્ને ડોઝ પુરા કર્યા હોય તેવા લોકોને જ પ્રવેશ અપાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...