પેટાચૂંટણી:મોરબી, હળવદ તાલુકા પંચાયતની 2 બેઠક માટે નવ ઉમેદવારે દાવેદારી કરી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી ઓક્ટોબરે યોજાનારી પેટાચૂંટણી માટે રાજકીય માહોલ ગરમાયો

મોરબી જિલ્લાની મોરબી તાલુકા પંચાયતના ત્રાજપર બેઠકના સભ્ય નાથાભાઇ ડાભી અને હળવદની રણછોડગઢના સભ્ય નેહાબેન શિહૉરાના બીમારી સબબ મોત થતા બન્ને બેઠક ખાલી પડી હતી. જ્યાં આગામી 3 ઓક્ટોબર ના રોજ મતદાન થવાનું છે.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે આજે આ બન્ને બેઠકમાં ઉમેદવારી ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઇ ચુકી છે.અંતિમ દિવસે બન્ને બેઠક પર 9 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.

જેમાં મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર બેઠકમાં ભાજપ 2,કોંગ્રેસ 1,અને આપક્ષ માં 1 એમ 4 ઉમેદવાર જયારે હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ માટે ભાજપના 2 કોંગ્રેસના 2 અને આપના 1 એમ 5 ઉમેદવારો દાવેદારી નોંધાવી હતી.આગામી 20 મી સપ્ટેમ્બર ના રોજ ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવશે તો 21ના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે.તો આગામી 3 ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જરૂર પડ્યે 4 તારીખે પુન મતદાન અને 5 મીએ પરિણામ જાહેર કરવામાં આવશે.

મતદાન અને મતગણતરીને લઈ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.તો સાથે સાથે આચારસંહિતાની અમલવારી પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી કરતાં આ ચૂંટણીનું મહત્વ ન હોય તેમ છતાં ખાલી પડેલી બેઠક પર ચૂંટણી યોજવી જરૂરી હોય જે તે પક્ષ પણ પોતાના ઉમેદવારને ઉભા રાખીને સરવાળે પક્ષને મજબુત કરી લોકશાહીના આધારસ્તંભને વધુ ગરિમા આપવાનું જ કામ થશે.

રણછોડગઢ-ત્રાજપર બેઠકના દાવેદાર
દુર્ગાબેન મનસુખભાઈ કોળીરણછોડગઢ(હળવદ)ભાજપ
હર્ષાબેન મહેશભાઈ કોપેણીયારણછોડગઢ(હળવદ)ભાજપ
ભારતીબેન ગોપાલભાઈ દોરાલાસરંભડા(હળવદ)કોંગ્રેસ
લીલાબેન વજુભાઈ ડાભીપાંડાતીરથ(હળવદ)કોંગ્રેસ
અનુબેન મયુરભાઈ કુકવાવારાયધ્રા(હળવદ)આપ
દેવજીભાઇ રામજીભાઇ વરાણિયાજુના ઘુંટું રોડ(મોરબી)ભાજપ
અશોક પરસોતમભાઇ વરાણિયાજુના ઘુંટું રોડ(મોરબી)ભાજપ
જલાભાઇ સામતભાઇ ડાભીગામનવા જાંબુડીયા(મોરબી)કોંગ્રેસ
બળવંતભાઇ નથુભાઇ શેખવાલાયન્સનગર (મોરબી)અપક્ષ
અન્ય સમાચારો પણ છે...