બાળકી મોતને ભેટી:બગથળા ગામે ટ્રેક્ટરચાલક પિતાની બેદરકારી; 5 વર્ષની બાળકીનું કમકમાટી ભર્યું મોત

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી તાલુકાના બગથળા ગામે ટ્રેક્ટર ચલાવતા પિતાની બેદરકારીને પગલે તેની જ દીકરી ટ્રેક્ટરની ઠોકરે ચડી જતા 5 વર્ષની માસૂમનું કમકમાટી ભર્યું મોત થયું હતું. જે અકસ્માતના બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ MPના વતની અને હાલ બગથળા ગામે રહીને મજુરી કરતા રાયદાબાઈ પ્યારસિંહ ડાવરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ પ્યારસિંહ નરસિંગ ડાવર બગથળા ગામે પટેલ સમાજની વાડી સામે મુન્નાભાઈ પટેલના વાડામાં ટ્રેક્ટર GRM 7752 ચલાવતા હોય ત્યારે બેદરકારી દાખવી હતી. ફરિયાદીની દીકરી જ્યોતિ ટ્રેક્ટરના પંખા પરથી પડી જતા તેની પર ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા બાળકીને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે આરોપી ટ્રેક્ટરચાલક પિતા વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...