• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Navagam Panchayat Submitted A Written Representation To The Agricultural Officer To Provide The Benefit Of The Agricultural Relief Package

પાક નુકસાની સહાય ચુકવવા માગ:નવાગામ પંચાયત દ્વારા કૃષિ રાહત પેકેજનો લાભ આપવા ખેતીવાડી અધિકારીને લેખિત રજૂઆત કરાઈ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા પણ તેના કારણે અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. મોરબી જિલ્લામાં તો લીલા દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે નવાગામ પંચાયતના આગેવાનો દ્વારા આ મુદ્દે મોરબી જિલ્લાના ખેતીવાડી અધિકારીને રૂબરૂ તથા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે,'કૃષિ રાહત પેકેજનો લાભ આપો નહિતર ન્યાયતંત્રનો સહારો લેવો પડશે'.

કૃષિ રાહત પેકેજમાં નવાગામનો સમાવેશ કરવા માગ
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નવાગામ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનો દ્વારા આજે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીને રૂબરૂ તથા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે ખરીફ સીઝનમાં સતત વરસાદ થતા તેમના ગામમાં ખેડૂતોને પાક નુકસાની થઈ હતી. થયેલ જે બાબતે તેમણે આ પૂર્વે પણ તા.16/09/2022ના રોજ રજૂઆત કરી હતી અને ગામને પાક નુકસાની સહાય ચુકવવાની માંગણી કરી હતી. પરંતુ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ નવાગામનો સમાવેશ કરવામાં આવેલ નથી.

ન્યાયતંત્રનો સહારો લેવા ચીમકી ઉચ્ચારી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નવાગામની આજુબાજુમાં આવતા ચારેય ગામો જેવા કે રાસંગપર, મેધપર, મોટી બરાર, સર વગેરે ગામોનો સમાવેશ રાહત પેકેજમાં કરવામાં આવેલ છે અને આટ-આટલી રજુઆતો કરવા છતાં નવાગામનો સમાવેશ આ રાહત પેકેજમાં કરવામાં આવેલ નથી. જેથી ખેતીવાડી અધિકારીને નવાગામનો સત્વરે આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હતી. તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો આ પેકેજના લાભથી તેમને વંચીત રાખવામાં આવશે તો ના છુટકે નવાગામના આગેવાનોએ ન્યાયતંત્રનો સહારો લેવો પડશે.

અન્ય સમાચારો પણ છે...