કાર્યવાહી:મોરબી શહેરમાં વૃદ્ધની હત્યા ચોરીના ઇરાદે થયાનો ઘટસ્ફોટ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્ની, પુત્ર અને પુત્રીઓ ગોવા પ્રસંગમાં ગયા હોય વૃદ્ધ એકલા હતા‎
  • વૃદ્ધ જોઇ જતાં માથામાં બોથડ પદાર્થ મારી પતાવી દીધા‎

મોરબીની આરાધના સોસાયટીમાં રહેતા વૃધ્ધની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળતાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા. તેમનો પરિવાર લગ્ન પ્રસંગને અનુલક્ષીને ગોવા ગયો હતો અને વૃધ્ધ એકલા હતા ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને વિગતે તપાસ આરંભતા જાણવા મળ્યું હતું કે આ જ વિસ્તારમાં રહેતો એક શખ્સ ઘરમાં ગયો હતો અને ચોરી કરી રહ્યો હતો ત્યારે વૃધ્ધ તેને જોઇ જતાં આરોપીએ તેમને માથામાં બોથડ પદાર્થ ઝિંકી પતાવી નાખ્યા હતા અને પોતે પોબારા ભણી ગયો હતો. પોલીસને હત્યારાના સગડ મળી જતાં તેની ધરપકડ સહિતની તજવીજ આરંભી છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર મોરબીની આરાધના સોસાયટીમાં રહેતા 75 વર્ષના દિનેશભાઈ અમૃતલાલ મહેતાના પત્ની, પુત્ર અને પુત્રીઓ ગોવામાં લગ્ન પ્રસંગે ગયા હતા જ્યારે અમૃતભાઈ એકલા હતા. રાત્રીના સમયે સમયે તેઓ સુતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ ચોરીના ઇરાદે ઘરમાં પ્રવેશ કરી તેમની ગળું દબાવી તેમજ માથાના ભગે ગંભીર ઇજા પહોંચાડી હત્યા નિપજાવી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં એ ડિવિઝન પીઆઇ જે. એમ. આલ તેમજ એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

ઘટના બાદ મૃતદેહને પ્રથમ મોરબી સિવિલમાં પીએમ અને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવમાં હત્યાની જાણ થતાં પોલીસ આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ મેળવી હત્યારાની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી હતી તપાસ દરમિયાન તેમની સોસાયટીમાં જ રહેતા કલ્પેશ ઉર્ફે ઘોઘા મુળજીભાઈ કણઝારીયાનું નામ સામે આવ્યું હતું.

આ શખ્સે વૃદ્ધ એકલા ઘરે હોવાની જાણ થતાં ઘરમાં ચોરીના ઇરાદે ઘરમાં પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો જો કે ઘરમાં દાગીના કે મોટી રોકડ ન હતી . આરોપીને ચોરી કરતા વૃદ્ધ જોઈ જતા આ શખ્સે માથામાં કોઈ બોથડ પદાર્થના ઘા માર્યા હતા.હાથમાં પગમાં તેમજ ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે મૃતકની દીકરી નિમિષાબેન વિરલભાઈ શાહની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...