મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના:HCમાં નગરપાલિકા પક્ષે બે વકીલ જરૂરી, પાલિકાના સર્ક્યુલર ઠરાવમાં મોટાભાગના સદસ્યોએ સહી ન કરી

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટમાં સુઓમોટો પીટીશન દાખલ કરવામાં આવી હતી. જેથી વકીલો રોકી તેનો ખર્ચ ઉઠાવવા માટે નગરપાલિકામાં સર્ક્યુલર ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં પાલિકાના ચૂંટાયેલા સદસ્યોની સહી માંગવામાં આવી હતી. જોકે, પાલિકાના અધિકારી પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોટા ભાગના સભ્યોએ સહી કરી નથી.

નગરપાલિકાના પક્ષે કેસ લડવા બે વકીલ રોકવા જરૂરી
ઝૂલતો પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે તથા સુનાવણી ચાલી રહી છે. જેથી નગરપાલિકાના પક્ષે કેસ લડવા બે વકીલ રોકવાની જરૂરિયાત ઉભી થતા નગરપાલિકા પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરની સહી સાથે સર્ક્યુલર ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં સભ્યોની સહી માંગવામાં આવી હતી. શરૂઆતમાં સર્ક્યુલર ઠરાવ પર અમુક સભ્યોએ સહી કર્યા બાદ હવે મોટા ભાગના સભ્યો ઠરાવમાં સહી કરવા સહમત જોવા મળતા નથી અને મોટાભાગના સદસ્યોએ સહી કરી નથી તેવી માહિતી મળી હતી.

સર્ક્યુલર પર સહી કરવાથી ચૂંટાયેલા સદસ્યો બચ્યા​​​​​​​
હવે પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. હાલ તો સર્ક્યુલર પર સહી કરવાથી ચૂંટાયેલા સદસ્યો બચી રહ્યા છે. ત્યારે બીજી તરફ હાઈકોર્ટમાં ચાલતી સુનાવણીને કારણે વકીલો રોકવા જરૂરી છે. હવે ઇન્ચાર્જ ચીફ ઓફિસર પોતાને મળેલી સત્તાનો ઉપયોગ કરીને વકીલ રોકવાનો નિર્ણય કરે છે કે પછી અન્ય કોઈ રસ્તો અપનાવામાં આવે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...