તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાના દાવા પોકળ:ચોમાસુ શરૂ થયા છતાં હજુ ત્રણ વોંકળાની સફાઇ અધૂરી, પાલિકાએ પ્રી-મોન્સૂન કામગીરી માટે 60 લાખ મંજૂર કર્યા

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબી પાલિકા માં સામાન્ય સભામાં કોરોનાથી મૃત્યુ પામેલ નાગરિકને મૌન પાળી શ્રધાંજલિ આપી - Divya Bhaskar
મોરબી પાલિકા માં સામાન્ય સભામાં કોરોનાથી મૃત્યુ પામેલ નાગરિકને મૌન પાળી શ્રધાંજલિ આપી
  • 22 જૂન સુધીમાં કામ પૂર્ણ કરવાના મોરબી પાલિકાના દાવા પોકળ સાબિત થયા

23 મેથી શરૂ થયેલી પ્રી મોન્સૂન કામગીરી હજુ ચોમાસું અાવી જવા છતાં પાલિકા પૂરી કરી શકી નથી અને હજુ પણ ત્રણ વોંકળાની સફાઇ પણ હજુ ચાલી રહી છે. એટલું જ નહીં, જો ચાલુ વરસાદે પાણી ભરાય કે ક્યાંય કામગીરી કરવાની થાય તો એ પણ આ જ ખર્ચમાંથી કરવાની થશે.

મોરબી નગરપાલિકાના ટાઉન હોલમાં સોમવારે સાંજે પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી.આ સભામાં કુલ 63 એજન્ડા સમાવવામાં આવ્યા હતા, 63 મુદામાં સામાન્ય સભામાં શહેરના 13 વોર્ડમાં સાર્વજનિક પ્લોટમાં પેવર બ્લોક નાખવા, વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા ગોઠવવી, માધાપર વાડી અને વેજીટેબલ રોડ સોનાપુરીમાં ગેસ આધારિત ભઠ્ઠી ફિટ કરવી, લાતીપ્લોટ વિસ્તારના વર્ષો જૂના પ્રશ્નનો ઉકેલ લાવી વરસાદી પાણીનો નિકાલ કરવો, સ્ટ્રીટ લાઈટ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી,

પંડિત દીનદયાળ વેજીટેબલ માર્કેટ અને શોપિંગનું નવિનીકરણ, જૂની શાકમાર્કેટનું નવીનીકરણ, વાંચનાલય માટે ખર્ચ, સફાઈ કર્મચારીઓનું નવું મહેકમ મંજુર કરવું, વિવિધ સમિતિની રચના કરવી, ભૂગર્ભ ગટર યોજનાના નિયમો બનાવવા સહિતની દરખાસ્ત પણ મંજુર કરવા, માર્ગો ઉપર આવેલા હયાત ડિવાઇડરને ઉંચા બનાવી વચ્ચે વૃક્ષ વાવવાની સાથે ચાલુ વર્ષે પ્રી મોન્સૂન કામગીરી માટે કરવામાં આવેલ રૂપિયા 60 લાખનો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

મહત્ત્વની 12 જ કમિટી હોય પણ તમામને રાજી કરવા જુદી જુદી કમિટી બનાવી
ભાજપ શાસિત નગરપાલિકામાં ચૂંટાયેલા તમામ સભ્યોને રાજી કરવા સામાન્ય સભામાં અલગ અલગ કમિટીની રચના કરવામા આવી હતી. જો કે સામાન્ય રીતે 12 જ કમિટી મહત્વની હોય છે, પરંતુ પહેલી જ વાર એવું બન્યું છે કે પાલિકાના તમામ સભ્યો ભાજપના હોય અને બધાને સાચવી લેવાની હોડમાં જમ્બો માળખું તૈયાર કરાયું છે. તેમ છતાં જેમને ચેરમેન પદ કે મહત્વની સમિતિમાં હોદો નથી મળ્યો તેવા સભ્યોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે આ વખતે પાલિકામાં વિપક્ષનું નામોનિશાન જ નથી.

અયોગ્ય કામગીરી બદલ બે એજન્સી બ્લેક લિસ્ટ
મોરબી પાલિકાના સામાન્ય સભામાં ડોર ટુ ડોર કલેક્શનનું કામ કરતી શાંતિ કોર્પોરેશન અને જે.ડી.પટેલ તેમજ એરીસ ઇન્ફ્રાટેક પેઢીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી.આ બન્ને એજન્સીની કામગીરી બાબતે ફરિયાદ ઉઠતા પાલિકાની સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

મોરબી પાલિકાએ 29 કમિટીની રચના કરી

સમિતિચેરમેન
હાઉસટેક્સ સમિતિશિતલબેન દેત્રોજા
બાંધકામ સમિતિદેવાભાઈ અવાડિયા
અધર ટેક્સગિરિરાજસિંહ જાડેજા
પરચેઇઝ કમિટીપ્રભુભાઈ ભૂત
રોશની કમિટીમાવજીભાઈ કંઝારીયા
ગેરેજ સમિતિભાવિક જારીયા
ગાર્ડન સમિતિગીતાબેન સારેશા
ટાઉન પ્લાનીંગપ્રકાશભાઈ ચબાડ
ભૂગર્ભ યોજનાહનીફભાઈ મોવર
પાણી પુરવઠાબ્રિજેશ કુંભારવાડિયા
સેનિટેશન સમિતિસીતાબા જાડેજા
કંટ્રોલિંગ કમિટીનરેન્દ્રભાઈ પરમાર
રૂલ્સ & બાયલોઝભાનુબેન નગવાડિયા
શહેરી વિકાસ યોજનાજસવંતીબેન શિરોહિયા
હેલ્થ કમિટીઆસિફભાઈ ઘાંચી
એડવાઇઝરી કમિટીચુનિભાઈ
રમત ગમત સમિતિદિનેશભાઇ કૈલા
સમાજ કલ્યાણ સમિતિજયંતીભાઈ ઘાટલિયા
મોક્ષધામ સમિતિહર્ષદભાઈ કંઝારીયા
અમૃતયોજના કમિટીમનસુખભાઇ બરાસરા
મહિલા પ્રવૃત્તિ સમિતિજસવંતીબેન સોનેગ્રા
એનયુએમએલ કમિટીકલ્પેશ રવેશિયા
વાંચનલય સમિતિમમતાબેન ઠાકર
પસંદગી સમિતિકેતન વિલપરા
પાંજરાપોળ કમિટીકેતન રાણપરા
રેલવરાજેશ રામાવત
એપીએમસીજયંતિભાઈ વિડજા
સિવિલ હોસ્પિટલનિમિષાબેન ભીમાણી
એનિમલ બર્ડ કમિટીગિરિશ સરૈયા
અન્ય સમાચારો પણ છે...