રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના દાવા અને તેના માટે જરૂરી સંસાધન પુરા પાડવા જેમાં સૌથી અગત્યની જરૂરિયાત એવી ખેડૂતોને પુરતા પ્રમાણમાં સિંચાઈ માટે વીજળી આપવાનો સરકારે વાયદો કર્યો છે. પણ હકીકતમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી મળતી જ નથી. વારંવાર વીજ કાપ મૂકવામાં આવે છે. તેથી ખેડૂતો સિંચાઈ માટે ભારે મુશ્કેલી પડે છે.
આથી ખેડૂતોને પૂરતી વીજળી ન મળે તો કિશાન સંઘે આંદોલનની ચીમકી આપી છે. મોરબીમાં જિલ્લા કિસાન સંઘની બેઠક તાજેતરમાં યોજાઈ હતી, જેમાં વીજ મીટર આધારિત ખેડૂતોને સમાન સિંચાઈ હક્ક આપો તેવી માંગણી કરવામાં આવી હતી. આ બેઠકમાં હાજર કિશાન સંઘના જિલ્લા પ્રમુખ, મહામંત્રી બાબુલાલ સિણોજિયા, જીલેશભાઈ કાલરીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી આપવાના પ્રશ્ને સરકારમાં અનેક વખત રજૂઆત કરી છે. પણ પરિણામ શૂન્ય રહ્યું છે.
ખેડૂતોના પ્રશ્ને વારંવાર થતા અન્યાયથી હવે ધીરજ ખૂટી ગઈ છે. ખેડૂતો અને કિશાન સંઘની સહનશક્તિનો અંત આવતા હવે આ મુદ્દે છેક સુધી લડી લેવાનો નિર્ધાર કર્યો છે અને ખેડૂતોના હક્ક માટે આંદોલનનો રણટંકાર કર્યો છે. તંત્ર અને સરકારને 10 દિવસનું અલ્ટીમેટમ આપી 15 જુનથી ધરણા સહિતના આંદોલન કરવાની પણ તૈયારી દેખાડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.