ટંકારામાં વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો:માતાએ પાણીની બોટલ માંગતા દીકરીએ ભૂલથી એસીડની બોટલ આપી; મહિલાને સારવાર અર્થે ખસેડાઈ

મોરબી7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક આવેલ કારખાનામાં વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રાત્રે સુતી વેળાએ માતાએ પાણીની બોટલ માંગતા દીકરીએ એસીડની બોટલ આપી દેતા માતા એક ઘૂંટ પી લેતા સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડાઈ છે. પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા સુતા સુતા એસીડની એક ઘૂંટ પી ગયા
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામના ધારમી ઓટોપ્રિન્ટ કારખાનામાં રહેતા રશ્મિબેન સનીભાઈ યાદવ (ઉં.વ.22) નામની મહિલા ગત તા.17ના રોજ સુતા હતા. ત્યારે પોતાની બાળકી નાવ્યાને ફ્રિજમાંથી પાણીની બોટલ આપવા કહ્યું હતું. જેથી દીકરીએ ઘરમાં પડેલ એસીડની બોટલ આપતા રશ્મિબેન સુતા સુતા એક ઘૂંટ પી જતા મોઢામાં અલગ સ્વાદ આવતા કોગળા કરી નાખ્યા અને જોયું તો એસીડની બોટલ હતી. જેથી રશ્મિબેનના પતિ શાનીભાઈ યાદવ તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ લાવ્યા હતા. ભોગ બનનારનો લગ્નગાળો પાંચ વર્ષનો હોય અને સંતાનમાં બે દીકરી હોવાનું જાણવા મળ્યું છે. ટંકારા પોલીસે બનાવ મામલે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...