ઓનરકિલિંગનો બનાવ:મોરબીમાં પુત્રી સાથે પ્રેમની શંકાથી માતા, 2 મામાએ યુવકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવાન - Divya Bhaskar
મૃતક યુવાન
  • મોરબીમાં ઓનરક્લિંગની ઘટના, યુવકની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

મોરબીના મહેન્દ્રનગર ગામમાં શીતળા માતાના મંદિર નજીકના વિસ્તારમાં રહેતા મિતેશ ભરતભાઈ કુબાવત નામનો યુવક મંગળવારે 181 અભ્યમના વાહનની ડ્રાઇવરની નોકરી કરી ઘરે આવ્યો હતો. ત્યાર બાદ સાંજના સમયે બાઇક લઇ બહાર નીકળ્યો હતો ત્યારે મિલન કટલેરીની દુકાન નજીક ઠોકર મારી ત્રણ શખસ એક કારમાં તેનું અપહરણ કરી દૂર લઇ ગયા હતા અને ધોકા-પાઈપ અને ઢીકાપાટુનો માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.

પુત્રના મોતથી પરિવારજનો શોકમાં ડૂબી ગયાં હતાં.
પુત્રના મોતથી પરિવારજનો શોકમાં ડૂબી ગયાં હતાં.

યુવકનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો
આ ઘટનાની જાણ થતાં યુવકનાં પરિવારજનો તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા, જોકે તબિયત વધુ લથડતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. આ બનાવમાં યુવકનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ અંગે મૃતકની માતા ગીતાબેન ભરતભાઈ કુબાવતે મહેન્દ્રનગર ગામમાં રહેતા ધર્મેશભાઈ બાલુભાઈ વિડજા, પરેશભાઈ બાલુભાઈ વિડજા અને મીનાબેન બાલુભાઈ વિડજા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પાવડાના હાથા વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમનો પુત્ર મિતેશ અને ભત્રીજો નિતેશ તેનું બાઈક લઈને મહેન્દ્રનગર તરફ જતા હતા. એ દરમિયાન એક કારે સામેથી આવીને ઠોકર મારી તેમને પછાડી દીધા હતા. બાદમાં ધર્મેશ વિડજા નામની વ્યક્તિ કારમાંથી નીચે ઊતરી બન્ને પર પાવડાના હાથા વડે તેમના પર હુમલો કરી દીધો હતો. જેમ તેમ કરીને નિતેશ બચીને ઘરે આવ્યો હતો.

મિતેશનું કારમાં અપહરણ કરી દૂર લઆ ગયા
સમગ્ર ઘટના અંગે વાત કરતા પરિવારના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોકે મિતેશનું કારમાં અપહરણ કરી દૂર લઇ ગયા હતા. જ્યારે બાઈક ત્યાં પડ્યું હતું.​​​​​​​ મિતેશની તપાસ કરતા તે મળી આવ્યો ન હતો. દરમિયાન સાંજના સમયે ચંદુભાઈ નામની કોઇ વ્યકિતનો ભરતભાઈને ફોન આવ્યો હતો કે મહેન્દ્રનગરના સીએનજી પંપની પાછળના ભાગમાં તમારો પુત્ર મિતેશ લોહીલુહાણ હાલતમાં છે. આ વાતની જાણ થતા પરિવારજનો દોડી ગયા હતા એને તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

મિતેશે જણાવ્યું હતું કે હેતવી પટેલ સાથે પ્રેમસંબંધ હતો
​​​​​​​
હોસ્પિટલ જતી વખતે મિતેશે જણાવ્યું હતું કે મહેન્દ્રનગરમાં રહેતી હેતવી પટેલ નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને તેનો ખાર રાખી તેના પર હુમલો કરી હત્યા નિપજાવવાની કોશિશ કરી હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

યુવક 181 અભ્યમમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો
મૃતક મિતેષ કુબાવત અને તેના પિતા ભરતભાઇ કુબાવત મોરબીમાં મહિલા હેલ્પલાઈન 181માં કોન્ટ્રેકટ બેઝ પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે અને હત્યાના દિવસે સવારે પણ યુવકે 181માં ફરજ બજાવી બપોરના સમયે ઘરે પરત આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...