તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મોરબીમાં એપ્રિલમાં મૃતાંક વધ્યો, મરણ પ્રમાણપત્ર માટે 611 અરજી

મોરબી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કોરોનાની લહેર અને સિઝનલ ફલૂના કારણે જિલ્લામાં મૃત્યુ આંકમાં દેખાયો હતો ઓચિંતો વધારો
 • આ અગાઉ મહિનામાં 125 થી 150 અરજી પાલિકામાં આવતી જે હવે ચાર ગણી વધારે આવવા લાગી

મોરબી જિલ્લામાં માર્ચ અને એપ્રિલ મહીનામાં કોરોના મહામારીની બીજી લહેર તેજ ગતિએ આગળ વધી હતી અને સંક્રમિત લોકોની સંખ્યા બેકાબુ બની હતી. તો તેની સાથે મોતની સંખ્યા પણ વધી હતી.આ ઉપરાંત જિલ્લા જે તે સમયે સીઝનલ ફલૂએ પણ માથું ઉચકતા મૃત્યુદરનું પ્રમાણ વધ્યું હતું. મોરબીના વિવિધ સ્મશાનમાં મૃતદેહની લાઈનો લાગી હતી. હવે સ્થિતિ થોડી કાબુમાં આવી છે.મોરબી શહેરની વાત કરીએ તો મોરબી પાલિકા એપ્રિલ મહિનામાં 611 જેટલા મૃત્યુ પ્રમાણ પત્ર માટે અરજી આવી હતી.

આ પહેલાં પાલિકામાં મહિને 125થી 150ની આસપાસ અરજીઓ આવતી હતી, આમ એક મહિનામાં મૃત્યુનું પ્રમાણ 4 ગણા વધુ જોવા મળ્યા હતા આ જરીતે ગ્રામ્યમાં વિસ્તારમાં પણ મોત થયા હતા. આ પહેલા મોરબી પાલિકામાં જાન્યુઆરી મહિનામાં 158,ફેબ્રુઆરીમાં 168 અને માર્ચ મહિનામાં 128 અરજીઓ આવી હતી.

આમ ત્રણ મહિના દરમિયાન 455 અરજી આવી હતી. જો કે એપ્રિલ મહિનામાં આ આંક છેલ્લા ત્રણ મહિનાના કુલ આંક કરતા પણ વધી ગયો હતો અને એક જ મહિનામાં 611નો આંકડો વટાવી ગયો હતો.મૃત્યુઆંક માત્ર મોરબી શહેરમાં જ વધ્યા હોય તેવું નથી ગ્રામ્ય વિસ્તારમાં પણ મોતનું પ્રમાણ વધ્યું છે.

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એપ્રિલ મહિનામાં કોવિડ પોઝિટિવ નોન કોવિડ મૃત્યુ પણ વધ્યું હતું.જિલ્લા આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલા આંકડા જોઈએ તો એપ્રિલ મહિનામાં કુલ 28 કોવિડ અને 38 નોન કોવિડ મળી કુલ 66 જેટલા મોત નોંધાયા હતા.

56 દર્દીના કોરોનાથી મોત
મોરબી જિલ્લામાં એપ્રિલમાં કોરોના કેસ ઝડપથી વધ્યા તો તેની સાથે મોતનું પ્રમાણ પણ ખૂબ વધ્યું હતું જો કે આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા જોઈએ તો 56 દર્દીના સતાવાર મોત થયા હતા, જેમાં 28 ગ્રામ્યમાં, 28 મોરબી સહિત 4 પાલિકા વિસ્તારમાં થયા.

4 મહિનાની અરજી
મહિનોઅરજીપુરુષસ્ત્રી
જાન્યુઆરી1589068
ફેબ્રુઆરી1689573
માર્ચ1287851
એપ્રિલ611354257
કુલ1056617449

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો