બાયોડીઝલ કૌભાંડ:મોરબીમાં ટ્રક, ટેન્કર સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબીના રફાળેશ્વર પાનેલી રોડ પર ટેન્કરમાં ગેર કાયદે બાયોડિઝલનું વેચાણ થતું હોવાની બાતમી આધારે એલસીબીની ટીમે પોલીસે હરતો ફરતો પમ્પ, ટેન્કર તેમજ બાયોડિઝલ પુરવવા આવેલ વાહનો સહિત કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો જોકે એલસીબીના દરોડા અંગે આરોપીઓને પણ જાણ થઈ જતા બન્ને આરોપી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ બનાવની મળતી માહિતી અનુસાર મોરબીના રફાળેશ્વરથી પાનેલી ગામ તરફ જતા રસ્તે આવેલ આરકોસ માઇ ક્રોન્સ કારખાના સામે ટેન્કરમાં ગે.કા.રીતે બાયોડીઝલનો જથ્થો રાખી ફયુલપંપ મારફતે જુદા જુદા નાના મોટા માલવાહક વાહનોમાં બાયોડીઝલ ઇંધણ સ્વરૂપે ભરી વેચાણ કરતા હોવાની. બાતમીને આધારે એલ.સી.બી. ટીમેં દરોડો પાડ્યો હતો જયા એક ટેન્કર તથા મહીન્દ્ર બોલેરો ગાડી પડેલ હતી અને અન્ય વાહનો આ જગ્યાએ બાયોડીઝલ ભરાવવા માટે પડેલ હોય જે વાહનોના ચાલકો તથા બાયોડીઝલ ભરનાર રજની કાંત ઉર્ફે મુન્નો કાલરીયા તથા યોગેશ પટેલ તેમજ ડીઝલ ભરવા અવવાલ લોકો પણ ફરાર થઈ ગયા હતા.

જયારે પોલીસે સ્થળ પરથી GJ-12-BW- 3510 નમ્બરનું ટેન્કર સાથે યુપીના મકસદપુર જિલ્લાના સતનામસીંગ અજીતસીંગ વીર્ક ઝડપાઇ ગયો હતો.ટેન્કરચાલકે ટેન્કરમાં બાયોડીઝલ ભરેલ હોવાનુ જણાવ્યુ હતું.

આ ઉપરાંત ટેન્કર સાથે નળી ફીટ કરી ફયુલપંપ જોડી ફયુલપંપ મારફત ટ્રેઇલર નંબર-RJ-14-GJ- 0173 વાળામાં ઇંધણ ભરતા હોવાનું પણ કબૂલ કરી મહીન્દ્રા બોલેરો GJ-03-26589 વાળીના ઠાઠાના ભાગે લોખંડનો ટાંકો ફીટ કરેલ છે. તેમજ તેની બાજુમાં લોખંડની પેટી ફીટ કરી બાયોડિઝલ ભરવામાં આવતું હોવાનું ખુલ્યું હતું. મોરબી એલસીબી પોલીસે દરોડા દરમિયાન ટાટા કંપનીનુ ટેન્કર નંબર-GJ-12-BW- 3510 ગાળામાં ભરેલ બાયોડીઝલ આરે 5000 લીટર કિ. 3,34,000, ટાટા કંપનીનુ ટેન્કર કિ. 15 લાખ, મહીન્દ્રા બોલેરો ગાડી કિ. 3,00,000 ઇલેકટ્રીક મોટર, ટાટા કંપનીનું ટ્રેઇલર, બે આઈ20 કાર, બીલ બુક ફોન અને અન્ય વાહનો મળી કુલ રૂપિયા 1,01,21,000નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે યોગેશ લક્ષ્મણભાઇ બરાસરા તથા રજનીકાંત ઉર્ફે મુન્નો કાલરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...