તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતન પરત:દાહોદ, ગોધરાના 700થી વધુ મુસાફરે વતનની વાટ પકડી

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંક્રમણ વધવાની દહેશત છતાં હોળી પરિવાર સાથે જ કરવાની નેમ
 • મોરબી એસટી ડેપોની 4 સહિત કુલ વધુ 15 બસ ફાળવાઇ

આદિવાસી સમાજ માટે હોળી પર્વનું અનેરું મહત્વ હોય છે અને દર વર્ષે હોળી પર્વ નજીક આવતા સૌરાષ્ટ્ર ભરમાં મજૂરી માટે આવતા આ મજૂરો વતન તરફ વાટ પકડતા હોય છે. હાલ મોરબીમાં એક તરફ કોરોના કેસ વધી રહ્યો છે, તો હોળી પર્વ પણ નજીક આવી રહ્યું છે જેના કારણે મોટી સંખ્યામાં આ સમાજમાંથી આવતા મજૂરો તેના વતન તરફ વળ્યા છે. મોરબી જિલ્લામાં દાહોદ ગોધરા તેમજ આ જિલ્લાની હદમાં આવતા એમપી યુપીના મજૂરો પણ વતન પરત ફરતા હોય છે. ત્યારે મોરબીમાં આ પ્રકારનું સ્થળાંતર ફરી વધ્યુ છે.

મોરબીમાં છેલ્લા 15 દિવસથી મજૂરો તેના વતન પરત ફરવા લાગતા એસટીમાં ભીડ વધી હતી જેના પગલે એસટી વિભાગને વધુ બસ ફાળવવી પડી છે.મોરબી ડેપોમાથી હાલ 4 બસ આ ઉપરાંત વાંકાનેર, હળવદ તેમજ આસપાસના ડેપોની બસ મળી કુલ 12થી 15 બસ વધુ ફાળવામાં આવી છે. કોરોના મહામારીના કારણે 50થી વધુ સંખ્યામા મુસાફરો ભરવામાં આવતા ન હોવાનું એસટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. મોરબી શહેરમાંથી દૈનિક 700થી 900 મજૂરો દૈનિક તેના વતન જઇ રહ્યા છે. ત્યારે આગામી હોળી ધુળેટી પર્વ સુધી મજૂરોની ભીડ વધવાની આશા એસટી વિભાગ દ્વારા રાખવામાં આવી છે અને તો ધૂળટી પર્વ બાદ મજૂરો પરત ફરશે.લોકડાઉન બાદ પણ એસટીની મર્યાદિત બસ ચાલવાને કારણે એસટી વિભાગની આવકમાં મોટા પાયે ઘટાડો જોવા મળ્યો છે.જો કે મજૂરોની આવન જાવનથી એસ.ટી. વિભાગને સારી આવકની પણ આશા બંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો