પોલીસે વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો:માળિયામાં ઈંગ્લીશ દારૂની 1.59 કરોડની કિંમતની 50 હજારથી વધુ બોટલો પર રોલર ફરી વળ્યું

મોરબી22 દિવસ પહેલા

માળિયા પોલીસ મથકમાં વિવિધ ગુનામાં પકડાયેલ ઈંગ્લીશ દારૂની 50 હજાર કરતા વધુ 1.59 કરોડની કિંમતના દારૂના જથ્થાનો આજે અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સુચનાથી માળિયા પોલીસ મથક વિસ્તારમાં મેં 2021 થી ઓક્ટોબર 2022 સુધીના સમયગાળા દરમીયાન અલગ અલગ ગુનામાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી કોર્ટમાંથી મળી હતી. જેથી માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્ખરીયા પીર જવાના રસ્તે આવેલ પડતર ખરાબાની જગ્યામાં જ્ખરીયા પાટી ખાતે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

માળિયા પોલીસ મથકના 40 ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 50,849 કીંમત રૂ.1,59,78,529 નો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ એચ.કે.આચાર્ય, ડીવાયએસપી તેમજ નશાબંધી અને આબકારી વિભાગ સબ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌહાણ, સીપીઆઈ એન એ વસાવા, પીએસઆઈ એમ પી સોનારા સહિતના અધિકારીની ઉપસ્થિતિમાં દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...