ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બંધ:મોરબી સિરામિક ઉદ્યોગના વેકેશનની અસર 5000થી વધુ ટ્રકના પૈડાં 15 ઓગસ્ટથી થંભી જશે

મોરબી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેપર મિલ, પ્લાયવૂડ ફેક્ટરી, પોલી પ્લાસ્ટ સહિતની ફેક્ટરી ચાલુ રહેશે
  • અમુક ઉદ્યોગ ચાલુ હોય આંશિક રીતે મહિના સુધી ટ્રાન્સપોર્ટ બંધ રાખવા નિર્ણય

મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગ દ્વારા પ્રથમવાર એક મહિનાનું વેકેશન પર જવાની જાહેરાત કરવામાં આવી છે અને આગામી 10 ઓગસ્ટથી તમામ સિરામિક ફેકટરીઓ દ્વારા શટ ડાઉન કરવામાં આવશે. આ શટડાઉનના પગલે એક તરફ સિરામિક સાથે જોડાયેલા બીજા આનુસંગિક ઉદ્યોગ અને વ્યવસાયને પણ અસર થાય તેવી સંભાવના છે. મોરબીની સિરામિક ફેકટરીઓ બંધ થવાથી દરરોજ અલગ અલગ ફેક્ટરીમાં લોડ અને અનલોડ થતા 5000થી પણ વધુ ટ્રકમાં માલ લોડ અનલોડ થવાનું પણ બંધ થઈ જશે. જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ બંધ રાખવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

જેથી મોરબી જીલ્લાના ટ્રાન્સપોર્ટ એસોશીએશનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર દ્વારા આગામી 15 ઓગસ્ટ થી 15 સપ્ટેમ્બર એમ એક મહિના સુધી આંશિક રીતે વેકેશન પર જવાનો નિર્ણયલેવામાં આવ્યો છે. પ્રભાતભાઈના જણાવ્યા મુજબ હાલ મોરબીના સિરામિક પેપર મિલ તેમજ અન્ય આનુસંગિક ઉધોગમાં દરરોજ 6000થી વધુ ટ્રક દરરોજ લોડ અનલોડ થાય છે પરંતુ સિરામિક ફેક્ટરી બંધ રહેવાથી મોટાભાગના ટ્રાન્સપોર્ટને અસર થશે જોકે પેપર મિલ, નોનવુવન, પ્લાઈવુંડ ફેક્ટરી તેમજ પોલી પ્લાસ્ટ સહિતની નાના મોટી અનેક ફેક્ટરી ચાલુ રહેશે.

ત્યારે આ ચાલુ ફેક્ટરીમાં માલની હેરાફેરીની જરૂરિયાત ઉભી થાય તે માટે સંપૂર્ણ નહીં પરંતુ આંશિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ ઉપરાંત મોરબીથી અલગ અલગ જીલ્લામાં પાર્સલ લઈને જતા ટ્રક પણ ચાલુ રહેતા હોય છે જેથી આ ઉદ્યોગમાં પણ માલના પરીવહનને અસર ન થાય તે માટે સંપૂર્ણ પણે બંધ રાખવાના બદલે આંશિક રીતે એક મહિના સુધી સ્વૈચ્છિક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મોરબી સિરામિક ઉદ્યોગ દ્વારા અેક મહિના સુધી વેકેશનની જાહેરાત કરવામાં આવી હોવાથી મોરબી જિલ્લામાં લગભગ 5000થી વધુ ટ્રક એક મહિના સુધી બંધ રહે તેવી સંભાવના ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...