વ્યાજખોરો પર કડક સકંજો:મોરબીમાં એક સપ્તાહમાં‎ 5થી વધારે ફરિયાદ નોંધાઇ, 10થી વધુ આરોપીની ધરપકડ‎

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક લાખ રૂપિયા પર એક દિવસનું 700થી 800 વ્યાજ વસૂલવાની ‘હિંમત’ કરતા શખ્સોની કોઇ કારી ન ફાવવા દેવા સરકારના આદેશ બાદ પોલીસ હરકતમાં‎

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતીયા દ્વારા જાહેર કાર્યક્રમ દરમિયાન વ્યાજખોર મુદે નિવેદન આપી ચામડા તોડ વ્યાજ વસૂલાત અને તે ચૂકાવવાં છતાં ધાક ધમકી આપવામાં આવતી હોય છે અને તેના કારણે ઘણા લોકો આપઘાત તરફ પણ વળ્યા છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જાહેર સભામાં કોઈને હવે વ્યાજ ન ચૂકવતાં. બહું બધાને વ્યાજ ચુકવણી કરી, આવું કહી વ્યાજખોરોને સીધી ચેલેન્જ આપી હતી. આ ઘટના બાદ તેઓએ એસપી, ડીઆઇજી, તેમજ ગૃહમંત્રીને પણ લેખિત રજૂઆત કરી હતી આ બાદ સરકાર પણ જાગી અને રાજ્યભરમાં વ્યાજખોરો પર તવાઈ બોલવાના આદેશ આપવામાં આવતા હવે સરકાર પણ એક્શન મોડમાં આવી હતી અને મોરબી પોલીસે વ્યાજખોરો સામે ધોંસ બોલાવવાનું શરૂ કર્યું છે. જેમાં એ ડિવિઝન પોલીસ સહિત મોરબી તાલુકા વાંકાનેર અને હળવદ સહિતના અલગ અલગ ફરિયાદના આધારે 10થી વધુ શખ્સની ધરપકડ કરી છે.

મોરબી શહેર વિસ્તારમાં ઉંચા વ્યાજે નાણા ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતો ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના હોય ત્રણ ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પ્રદીપભાઇ કેશવજીભાઇને ઉંચા વ્યાજે રૂપીયા આપી ચેક પડાવી લેનાર શક્તિસિંહ દિલીપસિંહ ઝાલા , ભાવેશભાઇ હરેશભાઇ ચાવડા, દર્શનભાઇ જેઠાભાઇ પરમાર અને મયુરભાઈ નરસંગભાઈ વીરડાની પોલીસે અટકાયત કરી છે. મણીબેન ચંદુભાઇ લધારામભાઇ લાલવાણીને તથા તેમના દિકરા ભાવેશભાઇ ચંદુભાઇ લાલવાણીને ઉંચા વ્યાજે નાણા આપી પઠાણી ઉઘરાણી કરતા મહેશભાઇ ચેતનદાસ અમલાણી , સલીમભાઇ દિનમહંમદભાઇ બગથરીયા અને કમલેશભાઇ વસંતભાઇ પોપટને પોલીસે પકડી પાડ્યા હતા. આ ઉપરાંત

મોરબીના મોરબી શનાળા રોડ રૂદ્ર પ્રયાગ એપાર્ટમન્ટ બ્લોકનં.૬૦૩ નીતીનીપાર્કમાં રહેતા મિલનભાઇ યંતીભાઇ અંગોલાએ ખાનપરના પ્રવિણભાઈ,દેવશીભાઈ અને ખાખરાળાના સુરેશભાઈ વિરુદ્ધ વ્યાજે લીધેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે શ્રીકુંજ સોસાયટીમાં રહેતા રૂપેશભાઇ રાણીપાએ વિશાલભાઇ બચુભાઇ ગોગરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવેલ હતુંકે તેઓએ1.50 લાખના બદલે 5.60 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી ચાલુ રખાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...