તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોડક્શન બંધ:મોરબીના 180થી વધુ વોલ ટાઇલ્સ ફેક્ટરીમાં 30મીથી શટડાઉન થશે

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના કાળમાં અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડયો છે.ખાસ કરીને યુરોપ,યુકે સહિતના દેશમાં કોરોનાની ત્રીજી લહેર દસ્તક દઈ રહી છે ત્યારે ફરી એકસપોર્ટને માર પડ્યો છે. બીજી તરફ પેટ્રોલ ડિઝલના વધતા ભાવના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થયું છે. હજુ આ ઘા ઓછો હોય તેમ ગુજરાત ગેસે અચાનક એક સાથે ગેસના ભાવમાં રૂ 4.50 પર ક્યુબિક વધારો કરી દેતા સિરામીક ઉદ્યોગને મસમોટો ફટકો પડયો છે.

એક તરફ ડોમેસ્ટિક સાથે સાથે એકસપોર્ટ વેચાણમાં ઘટાડો થયો છે તો બીજી તરફ પ્રોડક્શન વધુ થતું હોવાથી સ્ટોક વધી રહ્યો છે અને આ ખર્ચમાં પણ થતા વધારાના કારણે સિરામિક ઉદ્યોગને મસમોટો ફટકો પડયો છે. જેના કારણે તાજેતરમાં 75થી વધુ વિટ્રીફાઈડ ટાઇલ્સની ફેકટરીઓ શટ ડાઉન કરવામાં આવી છે. હવે આ યાદીમાં વોલટાઇલ્સ ફેકટરીઓ પણ ઉમેરાઈ છે.

તાજેતરમાં 18x12 સાઇઝની વોલ ટાઈલ્સ બનાવતી ફેકટરીના હોદ્દેદારો વચ્ચે થયેલી મીટીંગમાં હાલની સ્થિતિને ધ્યાને લઇ ફેકટરી બંધ કરવા 180થી વધુ ફેકટરી માલિકોએ સંમતિ આપી હતી.આગામી દિવસમાં બીજા અન્ય ફેકટરીમાલિકો પણ પોતાનું પ્રોડક્શન બંધ કરવા સંમતિ આપે તેવી સંભાવના છે. અને આગામી 30 ઓગસ્ટ બાદ 200થી વધુ સિરામિક ફેકટરીઓ હાલ શટડાઉન તરફ જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે નેચરલ ગેસના ભાવ વધતા હાલમાં સિરામિક એકમો ઉપર દૈનિક 3 કરોડો એટલે કે મહિને 90 થી 100 કરોડનો બોજ આવ્યો છે.

હાલમાં જ થયેલા રો મટીરીયલ, ડિઝલ અને ટ્રક ભાડામાં થયેલા ભાવ વધારો સહન કરવો ઉદ્યોગો માટે મુશ્કેલ હોવાનું પણ નિલેશભાઈએ ઉમેરી આવનાર દિવસોમાં ગેસ કંપની સાથે એમજીઓ નહિ કરવા પણ સંકેત આપ્યા હતા.ઉલ્લેખનીય છે કે, આ અગાઉ નેનો અને ડબલ ચાર્જ ટાઈલ્સ ઉત્પાદકોએ સ્વૈચ્છિક શટ ડાઉન કરી હાલમાં પ્રોડક્શન સદંતરપણે બંધ કર્યું છે ત્યારે હવે 12×18ની સાઈઝની વોલટાઇલ્સ બનાવતા અંદાજે 200થી વધુ એકમોએ પણ સ્વૈચ્છીક શટ ડાઉન કરતા તહેવાર સમયે જ અનેક લોકોની રોજીરોટીને અસર પહોંચશે.

ફેકટરીઓના માલિકો સાથે બેઠક ચાલુ છે
હાલ બજારમાં ટાઇલ્સની માંગ અને પૂરવઠા વચ્ચે સંતુલન જળવાય રહે તે માટે પ્રોડક્શન બંધ રાખવું પડે તેવી સંભાવના છે. હાલ અલગ અલગ ફેકટરીઓમાં માલિકો સાથે આ અંગે મીટીંગ ચાલી રહી છે. મિટિંગના અંતે કેટલી ફેકટરી બંધ થશે તેનો સાચો આંક બહાર આવી શકે છે. અત્યાર સુધીમાં 18x12 સાઈઝનું ટાઇલ્સ ઉત્પાદન કરતા 180થી વધુ ફેકટરી માલિકો સંમતિ આપી રહ્યા છે.> નિલેશ જેતપરિયા, પ્રમુખ, સિરામિક વોલ ટાઇલ્સ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...