આજથી નવરાત્રિપર્વનો પ્રારંભ:મોરબીમાં 150થી વધુ શેરી ગરબીની રંગત જામશે

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બજારમાં નવરાત્રિ પર્વને લઇ ગરબા અને ફૂલહાર સહિતની વસ્તુમાં ખરીદી નીકળતા વેપારીઓમાં ખુશી
  • મોરબીમાં ગરબા અને ફૂલહારનું વેચાણ વધ્યું

આદ્ય શક્તિની આરાધનાનો પર્વ નવરાત્રી ગુરુવારથી શરૂ થશે. નવરાત્રીમાં પાર્ટી પ્લોટમાં થતી ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે.અને માત્ર મર્યાદિત લોકોની હાજરીમાં શેરી ગરબીને મંજુરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી કેટલાય સમયથી સાવ નામ માત્રની ગરબીઓ થતી હતી. હવે આ નિર્ણયથી એક તરફ યુવા ખેલૈયામાં નિરાશાની લાગણી પ્રસરી હતી. તો બીજી તરફ ફરી શેરી ગરબીઓ જીવંત બનશે. મોરબીની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારમાં 150થી શેરી ગરબીઓ ચાલે છે.

આ વર્ષે પાર્ટી પ્લોટમાં ઉજવણી રદ થતા લોકો શેરી ગરબામા બાળાની રંગત જામશે. બીજી તરફ બજારમાં પણ નવરાત્રી પર્વને લઈ ગરબા અને માતાજીની આરાધના માટે ફૂલ હાર અને અન્યચીજ વસ્તુઓની ખરીદી નીકળતા વેપારીઓમાં પણ ખુશીની લહેર છવાઈ છે. આ વખતે ખૂબ હળવી પરિસ્થિતિ છે.પણ સરકારે સાવચેતીને ધ્યાને લઈને માત્ર શેરી ગરબાને મંજૂરી આપી છે.

આથી આ વખતે નવરાત્રીના કોઈ મોટા આયોજનો નહિ થાય. દરેક વિસ્તારમાં શેરી ગરબીઓ જે વર્ષોથી પ્રાચીન ઢબથી રાસ ગરબા યોજાઈ છે તેવી જ પ્રાચીન ગરબીઓમાં રાસ ગરબાની રમઝટ જામશે.તેથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પ્રાચીન ગરબીઓ મંડપ નાખીને સજ્જ બની છે. તેમજ ગરબા પણ હવે વેચાણ માટે બજારમાં આવી ગયા છે. તેથી નવરાત્રીને લગતી વસ્તુઓની ખરીદી પણ સારી એવી થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...