તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:મોરબી શહેરમાં 1.30 લાખથી વધુ વયસ્કોએ લીધી વેક્સિન, 44.4 ટકા કામગીરી પૂર્ણ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
માળિયા પીએચસી ખાતે વડીલોએ રસી લીધી હતી. - Divya Bhaskar
માળિયા પીએચસી ખાતે વડીલોએ રસી લીધી હતી.
  • ચાર જૂનથી શરૂ કરવામાં આવેલા રસીકરણ અંતર્ગત 73 હજારથી વધુ યુવાનોએ પણ મેળવ્યો પ્રથમ ડોઝ
  • જિલ્લામાં બે લાખ સુધીની વસતિ વેક્સિનનો પહેલો ડોઝ લઇ સુરક્ષિત, વેપારીઓ માટે 30 જૂન પહેલા વેક્સિન ફરજિયાત

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટવાની સાથે હવે વેક્સિનેશન કામગીરી ઝડપી બની છે. મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં કુલ 2 લાખથી વધુ લોકો વેકસીનનો ડોઝ મેળવી સુરક્ષિત થઈ ચૂક્યા છે. રાજય સરકાર દ્વારા વેક્સિનનો પ્રથમ ડોઝ મળી ચુક્યો છે, જે કુલ ટાર્ગેટના 44.4 ટકા આસપાસ થઈ ગયો છે. બીજી તરફ 18થી 44 વયના 73,197 જેટલા એટલે 14.7 ટકા જેટલા યુવાનોને વેક્સિનેશન કરવામા આવ્યું છે. બીજા ડોઝની વાત કરીએ તો 65 હજાર લોકોને બીજો ડોઝ પણ મળી ચુક્યો છે.73,000 જેટલા યુવાનોએ પ્રથમ ડોઝ વેક્સિનેશન મેળવી ચુક્યા છે.

જો કે ઇન સર્વિસ તબીબોની કામચલાઉ હડતાળના પગલે શુક્રવારે રસીકરણની કામગીરી અમુક પીએચસી, સીએચસીમાં ખોરવાઇ હતી અને અમુક કેન્દ્રો પર ચાલુ રહી હતી. જો કે રસીનો સ્ટોક ઓછો આવવાને લીધે લોકોને ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનનો કોઇ વધારાનો લાભ મળતો નથી. અને અમુક સંજોગોમાં પાછા જવાની નોબત આવતાં લોકોમાં ઉહાપોહ થયો છે.

રાજય સરકારમાંથી ડોઝ ઓછા આવતા સેન્ટર ઘટ્યા
મોરબી જિલ્લામાં વેક્સિન કામગીરીમાં માંડ ઝડપ આવી હતી ત્યાં રાજય સરકારે આજે ડોઝની સંખ્યા ઘટાડી દીધી હતી જેના કારણે 70ના બદલે માત્ર 16 સેન્ટર પર જ રસીકરણ થયું હતું. જો કે અમુક સેન્ટર્સમાં તો એવી ફરિયાદ આવી હતી કે યુવાનોની સરખામણીમાં વૃધ્ધો રસી લેવા આવતા જ નથી. આથી તેમનો સ્ટોક રાખી મૂકવામાં આવે છે અને એટલા વધુ દિવસ ચલાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...