તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મોરબીમાં જિલ્લાના બદલી કેમ્પમાં 100થી વધુ શિક્ષકની જગ્યા ભરાઈ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેમ્પમાં 100થી વધુ શિક્ષકને મનપસંદ જગ્યા મળી. - Divya Bhaskar
કેમ્પમાં 100થી વધુ શિક્ષકને મનપસંદ જગ્યા મળી.
  • રાજ્યમાંથી મોરબીમાં આવવા માગતા શિક્ષકોને મળી સાનુકૂળતા

શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના આદેશ મુજબ વર્ષ 2020 ના બદલી કેમ્પ ઓવર સેટ અપ, ઓનલાઈન તાલુકા આંતરિક કેમ્પ બાદ ખાલી રહેતી જગ્યા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી મોરબી જિલ્લામાં આવવા માંગતા શિક્ષકોનો બદલી કેમ્પ ધ વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલ મોરબી ખાતે યોજાયો હતો. આ કેમ્પમાં ધો.1 થી 5 ની 184 ખાલી જગ્યાના 40 ટકા લેખે ભરવા પાત્ર 88 જગ્યા પૈકી 39 જગ્યા ભરવામાં આવી. ભાષાની 46 ખાલી જગ્યાના 40% પૈકી ભરવા પાત્ર 24 જગ્યામાંથી 24 જગ્યા ભરવામાં આવી હતી.

સામાજિક વિજ્ઞાનની 53ખાલી જગ્યાના 40% જગ્યા પૈકી 22 જગ્યાઓ ભરવાની હતી જે પૈકી 22જગ્યા ભરાયેલ છે. ગણિત વિજ્ઞાન વિષયની ૫૪ જગ્યા પૈકી 40 % મુજબ 22 જગ્યા ભરવાની હોય જે પૈકી 22 જગ્યાઓ ભરવામાં આવી હતી.જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, અગ્રણી જીગ્નેશભાઈ કૈલા, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો.નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોકભાઈ વડાલીયા દ્વારા સમગ્ર કેમ્પનું સંચાલન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...