નગરપાલિકાનો સર્ક્યુલર ઠરાવ:મોરબી ઝુલતા પુલનો કેસ લડવા 10થી વધુ સદસ્યો સહમત; તો અન્ય અવઢવની સ્થિતિમાં

મોરબી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં નિર્દોષ લોકોના મૃત્યુ મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પીટીશન મામલે કેસ લડવા બે વકીલો રાખવા અને તેની ફીનો ખર્ચ ઉઠાવવા નગરપાલિકા પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા સર્ક્યુલર ઠરાવ કરી સદસ્યો પાસે સહમતી માંગવામાં આવી છે. ત્યારે 10થી વધુ સદસ્યોએ સહમતી આપી હોવાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે.

10થી વધુ સદસ્યોએ સહમતી આપી
મોરબી નગરપાલિકા હસ્તકના ઐતિહાસિક ઝૂલતો પુલ મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ માટે ઓરેવા કંપનીને કરાર કરી સોપવામાં આવ્યો હતો. જે પુલ ગત તા. ૩૦ ઓક્ટોબરના રોજ તૂટી પડ્યો હતો. જેથી હાઈકોર્ટમાં સુઓમોટો રીટ દાખલ થતા નગરપાલિકાના સત્તાધીશોએ કોર્ટને જવાબ આપવાનો છે. ત્યારે કેસમાં નગરપાલીકા દ્વારા બે અલગ અલગ વકીલ રોકવા અને તેની ફી ચુકવવા માટે ચૂંટાયેલા સદસ્યોનો અભિપ્રાય હા અથવા ના માં જવાબ આપીને નીચે સહી કરવા માટે સર્ક્યુલર ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં 10થી વધુ સદસ્યોએ સહમતી આપી દીધી છે. તો અન્ય સદસ્યો અવઢવની સ્થિતિમાં જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...