તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય તંત્ર ઊંઘતું ઝડપાયું:મોરબી સિવિલમાં 3 માસમાં કોરોનાના જેટલા દર્દી સાજા થયા તેના કરતાં વધુ દર્દીને રીફર કરવા પડ્યા

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિવિલમાં દર્દીઓની સારવાર - Divya Bhaskar
સિવિલમાં દર્દીઓની સારવાર
  • બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની પૂરતી સગવડ ન કરી શકાતાં દર્દીઓને થઇ હાલાકી
  • મોરબીમાં કોરોનાની બીજી લહેરમાં સિવિલમાં 1559 દર્દી દાખલ થયા, 516 દર્દી સ્વસ્થ, 612 દર્દીને જામનગર કે રાજકોટ ખસેડવા પડ્યા

કોરોના મહામારીની સ્થિતિને ધ્યાને લઇને સિવિલમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી.પ્રથમ લહેરમાં કોરોનાના કેસ ઓછા હોવાથી બેડની ઘટ જોવા મળી ન હતી પરંતુ બીજી લહેર ખૂબ તેજ ગતિએ લોકોને શિકાર બનાવતી હતી. રોજ મોટી સંખ્યામાં લોકો પોઝિટિવ આવતા હતા. જેમાંથી દર્દીઓની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ થયા હતા.

માર્ચના પ્રથમ સપ્તાહમાં એકથી બે, બીજા સપ્તાહમાં રોજ 7થી 10 જયારે ત્રીજા સપ્તાહમાં 15થી 20 એમ કેસ સતત વધવા લાગ્યા હતા. કોરોના પિક પર પહોંચતા રોજ 50 દર્દી દાખલ થતા હતા. બીજી તરફ ડિસ્ચાર્જ રેટ ખૂબ ઓછો હોવાથી ઓક્સિજનના 150થી વધુ બેડ હોવા છતાં ખૂટવા લાગતા દર્દીઓ અન્ય જિલ્લામાં દર્દી રીફર થવા મજબુર બન્યા હતા. 1 માર્ચથી 31 મે દરમિયાન 1559 દર્દીએ સારવાર મેળવી જેમાંથી 516 સ્વસ્થ થયા તો 612 દર્દીની તબિયત લથડતા જામનગર કે રાજકોટ રીફર થયા હતા.410 દર્દીએ સારવારમાં જીવ ગુમાવ્યા હતા.

મોરબીમાં 45 થી 60 સુધીના લોકોની 39 % વેક્સિનેશન કામગીરી પૂર્ણ
મોરબી જિલ્લામાં મોરબી સિવિલ અને પીએચસી સેન્ટર મળી કુલ 17 વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે.જિલ્લામાં 45થી વધુ વયના 2,94,780 લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. જેમાંથી આજ દિન સુધીમાં 1,14,552 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 46,206 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં હાલ 18થી 45 વયના લોકોને અન્ય જિલ્લામાં વેક્સિન માટે જવું ન પડે તે માટે ખાનગી એક હોસ્પિટલમાં પણ પેઇડ રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલ પોતે જ કંપની પાસેથી વેક્સિન ખરીદી 18થી વધુ વયના લોકોને આપશે.

ઓક્સિજન ખપત 3 ગણી થઇ હતી
સામાન્ય દિવસમાં સિવિલમાં 5થી 7 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ થતો જે પિક પોઈન્ટમાં 22થી 25 મેટ્રિક ટન થયો હતો. સિવિલમાં છેલ્લા 3 મહિનામાં 1559 દર્દીએ સારવાર લીધી,516 દર્દી સ્વસ્થ થયા હતા.

1 કેસ પોઝિટિવ, 15 ડિસ્ચાર્જ
મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ ગતિ સરકારી ચોપડે હાલ નહિવત થઇ ચૂકી છે.ગુરુવારે જિલ્લામાં 870 દર્દીના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર એક દર્દી જ કોરોના પોઝિટિવ આવ્યો હતો. મોરબી શહેર, વાંકાનેર, હળવદ, ટંકારા માળીયા એક પણ નવો કેસ આવ્યા નહતા. બીજી તરફ 15 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. જેમાં 7 મોરબી તાલુકા,હળવદ 4,ટંકારા 3 અને વાંકાનેરમાં એક પણ કેસ આવ્યો નથી. જિલ્લામાં આજદિન સુધીમાં 2,92,163 દર્દીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 6468દર્દી પોઝિટિવ આવ્યા હતા જેમાથી 6066 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા છે જયારે 61દર્દી સારવાર હેઠળ આવ્યા છે. તો 87 દર્દીના મોત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...