બેઠક:મોરબીમાં મેડિકલ કોલેજ માટે વધુ જમીન ફાળવવામાં આવે તેવું આયોજન કરાશે

મોરબી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ કોલેજની કામગીરી બાબતે સમીક્ષા બેઠક યોજાઇ

લાંબા સમયથી મોરબીવાસીઓને જેની આશા હતી તે મેડિકલ કોલેજ શરૂ થવાની ઘડીઓ ગણાવવા લાગી છે. ગિબ્સન મિડલ કોલેજમાં તૈયારીને આખરી ઓપ આપાઇ રહ્યો છે તો સિવિલ હોસ્પિટલના બોર્ડમાં પણ GMERS સિવિલ હોસ્પિટલનું બોર્ડ લાગી ગયું છે સામાં કાંઠે રાજપૂત બોર્ડીંગ બાજુમાં આવેલ એલ ઇ કોલેજની હોસ્ટેલને હાલ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં તબદીલ કરવાની તૈયારી ચાલી રહી છે બીજી તરફ રાજય મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા પણ મેડિકલ કોલેજની કામગીરી બાબતમાં સમીક્ષા કરવામાં આવી રહી છે.

ત્યારે આવી જ એક સમીક્ષા બેઠકનું કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, કોલેજ માટે વધુ જમીન ફાળવવામાં આવે ઉપરાતં બિલ્ડીંગ બનાવતી વખતે પણ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.

પ્રથમ વર્ષના આયોજનની તમામ વિગતો મેળવી મંત્રીએ હોસ્ટેલની રીપેરીંગની કામગીરી ઝડપી કરવા પણ સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ- મોરબીના ઇન્ચાર્જ ડીન નિરજકુમાર વિશ્વાસ, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઈજનેર ઝાલા, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, એલ.ઈ.કોલેજના પ્રતિનિધિ, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દુધરેજીયા સહિતના અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...