તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:મોરબીમાં કોરોનાનું સંક્રમણ વધતા કોવિડ સેન્ટરમાં વધુ 500 બેડ તૈયાર

મોરબી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં 9000 RTPCR, 6000 રેપિડ કિટ હોવાનો કલેકટરનો દાવો

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. દૈનિક શરદી ઉધરસના કેસમાં જબરદસ્ત ઉછાળો આવતા જિલ્લા અર્બન હેલ્થ સેન્ટર ટેસ્ટ માટે દરરોજ લાંબી કતારો લાગી રહી છે.વહેલી સવારે લોકો લાઈનમાં ઉભા રહેતા હોવા છતાં કિટના અભાવે પાછા ફરી રહ્યા છે.

જિલ્લામાં કીટની અછત ઉભી થતા જિલ્લા વહીવટી તંત્ર સફાળું દોડતું થયું અને ટેસ્ટ કીટનો જથ્થો ઉપલબ્ધ કરાવવા રાજય કક્ષાએ માગણી કરી હતી.જિલ્લા કલેક્ટર જે.બી પટેલે દ્વારા 9000 આરટીપીસીઆર કીટ તેમજ 6000 રેપીડ કિટનો જથ્થો હોવાનો દાવો કર્યો હતો કોવિડ સેન્ટર ઉભા કરી , સાથોસાથ બેડની સંખ્યા વધારી હોવાનું જણાવ્યું હતું.

મોરબીના જિલ્લા કલેક્ટર દ્વારા કડવા પાટીદાર ભવન જોધપર ખાતે 300 બેડ જ્યારે ઘુટું ખાતે 100 બેડ અને વાંકાનેર હળવદ સિવિલમાં 50-50બેડ એમ કુલ 500 બેડ શરૂ કરવામા આવ્યા હોવાનો તેમજ હજુ 500 બેડ ઉભા કરવા તૈયારી હોવાનો દાવો કર્યો હતો.

આ ઉપરાંત જિલ્લાની 5 કોવિડ હોસ્પિટલમાં પણ જેમાં 3 સરકારી જયારે 2 ખાનગી હોસ્પિટલમાં સુવિધાઓ સાથે કુલ155 બેડની વ્યવસ્થા હોય તેમાંથી 107 બેડમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.આ ઉપરાંત કોરોના દર્દીને આપવામાં આવતી ટેમીફ્લુ નામની દવાનો અને 500 રેમડેસીવર ઇન્જેકશનનો જથ્થો પણ પૂરતી માત્રામાં હોવાનો આ ઉપરાંત આગામી 4થી 5 દિવસ બાદ કેટલી ટેસ્ટ કીટ અને અન્ય જરૂરી દવાની રાજય સરકારમાં ડિમાન્ડ મુકવામા આવશે તેમ મોરબીના જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

26 પોઝિટિવ સાથે કુલ એક્ટિવ કેસ 209
મોરબી જિલ્લા આરોગ્ય વિભાગે કુલ 1368 દર્દીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 26 દર્દી કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતા. 26 કેસમાં મોરબી શહેરમાં 10 ગ્રામ્યમાં 7 જ્યારે વાંકાનેર શહેરમાં 3 અને ગ્રામ્યમાં 2,હળવદ શહેર ગ્રામ્યમાં 1-1 ટંકારા તાલુકા 1 અને માળિયા તાલુકા 1 કેસ નોંધાયા હતા જિલ્લામાં નોંધાયેલ કુલ કેસ અને ડિસ્ચાર્જ દર્દીને બાદ કરતાં એક્ટિવ કેસનો આંક 209 પર પહોંચી ચુક્યો છે.

જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા અને રેન્જ આઈ.જી. મોરબી દોડી આવ્યા
મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ વધતા સ્થિતિનો તાગ મેળવવા જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા મોરબી આવી પહોંચ્યાં હતા અને અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોના સ્થિતિ અને તંત્રની કામગીરી અંગે માહિતી મેળવી હતી તેમજ ઘુટૂ ખાતેના કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી તો જિલ્લા રેન્જ આઈ સંદીપ સિંહ પણ મોરબી આવી પહોચ્યા હતા અને એસપી સાથે બેઠક યોજી સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો