હવામાનમાં ફેરફાર:મોરબીના વાતાવરણમાં પલટો, સવારે ઠંડા પવન, વાદળો છવાયાં

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે જિલ્લાના હવામાનમાં ફેરફાર

એક તરફ શિયાળાના આગમન થઈ ચૂક્યું છે. સવાર સાંજે ઠંડી નો અનુભવ થઈ રહ્યો છે. મોરબી જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાવવાના શરૂ થઈ ગયા છે. આવનારા સમયમાં ભેજનું પ્રમાણ વધશે. જ્યારે સામાન્ય વરસાદ ખેડૂતની ચિંતા વધારી શકે છે. મોરબી શહેર અને આસપાસ વિસ્તારમાં સવારે ઠંડા પવન ફૂંકાયા હતા. જ્યારે વાતાવરણ પણ સાંજે ધૂંધળું જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં છુટા છવાયા વરસાદની પણ.આગાહી કરી છે.જેના કારણે કપાસ, મગફળી ,ઘઉં, રાયડો, ચણાના પાકને નુકસાન થવાની ભીતિ છે.જ્યારે પવનની ગતિમાં પણ વધારો થશે. તા. 18 અને 19 નવેમ્બરના રોજ મ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ થાય એવી સંભાવના છે.

મોરબીમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં એકાએક વધારો મંગળવાર રાતથી રાજ્યના વાતાવરણમાં પલટો આવતા હવે માવઠાના એંઘાણ વર્તાય રહ્યા છે. માવઠાને કારણે શિયાળું પાકને મોટું નુકસાન થઈ શકે છે. વરસાદી માહોલને કારણે ખેડૂતોને પોતાના પાકમાં નુકસાની અંગેની પણ ચિંતા થવા લાગી છે.

રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાવવાના શરૂ થઈ ગયા છે. વહેલી સવારે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે તાપમાન ગગડ્યું છે.બુધવારે સવારે હવામાનમાં એકાએક પલટો જોવા મળ્યો છે. દિવસે દિવસે શિયાળું માહોલ જામી રહ્યો છે. દિવસ કરતા રાત વધારે ઠંડી અનુભવાઈ રહી છે.

નલિયામાં લઘુતમ તાપમાન 16થી.17 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે બપોરના સમયે તાપ લાગવાને કારણે ગરમી થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં જાણે શિયાળાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ હોય એવું અનુભવાઈ રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ડીસેમ્બર મહિનામાં હાડ થિજાવડી ઠંડી પડવાના એંઘાણ છે.

અન્ય સમાચારો પણ છે...