તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનનો સદુપયોગ:મોરબીના શિક્ષકે અભ્યાસક્રમ ડિજિટલ બનાવી દીધો

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને ઓનલાઇન ભણતરમાં રુચિ લાવવા ટેક્સ્ટ બુક્સને ઓડિયો-વીડિયોમાં બદલી

વર્તમાન સમયમાં કોરોના સંક્રમણના કારણે શાળાઓ બંધ છે. જેમાં પ્રાથમિક ધોરણની શાળાઓ તો ગત વર્ષથી બંધ છે. આવા વિદ્યાર્થીઓને હાલમાં ઓનલાઇન ભણાવવામાં આવે છે. પરંતુ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ હજુ જોઈએ તેટલી સંખ્યામાં ઓનલાઇન અભ્યાસ કરતા નથી. આવા બાળકોને વધુ રસ-રુચિ પડે અને અભ્યાસ કરતા થાય તેના હેતુથી મોરબીના એક શિક્ષકે આ અભ્યાસક્રમ ડિજિટલ બનાવી નાખ્યો છે.

‌ મોરબીના કુંતાસી ગામની પ્રાથમિક શાળામાં નોકરી કરતા બેચરભાઈ ગોધાણી અહીં સાત વર્ષથી ફરજ બજાવે છે. શરૂઆતનાં વર્ષમાં તેમણે શેરી શિક્ષણ અને મહોલ્લા શિક્ષણ આપ્યું હતું. જેની ખૂબ જ પ્રશંસા થઇ હતી. લોકડાઉનના સમયમાં આ શિક્ષકે દરરોજ 3 થી 4 કલાક ઘરે મહેનત કરીને ધોરણ 1 અને 2નો આખો અભ્યાસક્રમ ડિજિટલ બનાવી નાખ્યો છે. તેમણે આ બંને ધોરણોની બુક્સ ઓડિયો અને વિડિયો સાથે બનાવી છે. જેથી બાળકને અભ્યાસમાં વધુ રસ જાગે અને ઝડપથી શીખી શકે.

આ ઉપરાંત તેમણે ‘ઘરે શીખીએ’ નામની વર્કબુક પણ ડિજિટલ કલરફુલ બનાવી છે. જે ઉપરાંત અલગ-અલગ પાઠની પીડીએફ તથા પીપીટી પણ બનાવી છે. અને યુ ટ્યુબ ચેનલ પણ બનાવી છે. જેને 200 થી વધુ શિક્ષકોએ અમલમાં મૂક્યું છે. અને 20 થી 30 હજાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકો લાભ લે છે. આ બધું જ તેમણે શાળા સિવાયના સમયમાં અને સ્વખર્ચે કર્યું છે.

સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ મદદરૂપ બની રહેશે
બેચરભાઈ ગોધાણીએ સ્કોલરશીપ માટેની NMMS પરીક્ષામાં બાળકો ઉતીર્ણ થાય તે માટે પણ 30 ભાગની ક્વિઝ બનાવી છે. જેના પરિણામે તેમના જ ગામના 3 બાળકો જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં અને 8 બાળકો NMMSની પરીક્ષામાં સફળ થયા છે. તેમણે બનાવેલા રમકડા પણ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે. અને તેમની પાસેથી માર્ગદર્શન મેળવેલા શિક્ષકો પણ વિવિધ કક્ષાએ સફળ થયા છે.

અન્ય સમાચારો પણ છે...