લૂંટ:મોરબીના રફાળેશ્વર પાસે નામ પૂછવાના બહાને યુવકને રોકી બે શખ્સે લૂંટ ચલાવી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીના રફાળેશ્વર જીઆઇડીસી નજીક એક યુવાનને બાઇકમાં આવેલા બે શખ્સે નામ પૂછવાના બહાને ઉભો રાખી આધારકાર્ડ માગ્યુ હતું અને આધાર કાર્ડ ન હોવાનું જણાવતાં તેને માર મારી લૂંટી લીધો હતો. બનાવ અંગે કોઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ ન હતી.

આ મોડસ ઓપેરેન્ડીથી લૂંટ ચલાવવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને એકલદોકલ પસાર થતા યુવાનોને રોકીને તેની પાસે હોય તે વસ્તુ, ફોન, રોકડ સહિતની લૂંટ ચલાવી માર મારી છોડી મૂકવાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે, છતાં અાવી હરકતો કરતી ગેંગ પોલીસ પકડમાં આવતી નથી, એ પણ હકિકત છે.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના રફાળેશ્વર ગામે રહેતા સોલંકી મુકેશભાઈ જેઠાભાઈ નામનો યુવાન બાઈક ઉપર ગતરાત્રે મકનસરથી કામ પતાવીને પરત આવતો હતો. ત્યારે હાઇવે ઉપર રફાળેશ્વર જીઆઇડીસી નજીક અગાઉથી એક્ટીવા સાથે આવેલા બે શખ્સોએ આ યુવાનને આંતરીને તેનું નામ પૂછ્યું હતું અને આધારકાર્ડ બતાવવાનું કહ્યું હતું.

યુવાને આધારકાર્ડ ન હોવાનું જણાવતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ યુવાનના પાકીટમાંથી સાતથી આઠ હજાર જેટલી રોકડ પડાવી રફુચક્કર થયા હતા. જોકે લૂંટના આ બનાવની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...