વિરોધ:પડતર પ્રશ્નો ન ઉકેલાતા મોરબીના ક્વોરી ઉદ્યોગકારોએ હડતાળ કરી

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 45થી 50 ઉદ્યોગકારો હડતાળ પર જતાં 2,000થી વધુ મજૂરોની સ્થિતિ કફોડી
  • સરકાર સતત ઉપેક્ષા કરતી ​​​​​​​હોવાનો ક્વોરી ઉદ્યોગકારોએ આક્ષેપ કર્યા

રોડ, રસ્તા તેમજ બાંધકામમાં વપરાતી ક્વોરીનો ઉદ્યોગ મોરબી સહિત રાજ્યભરમાં ધમધમે છે. જો કે રાજ્ય સરકાર દ્વારા આ ઉદ્યોગ અને ઉદ્યોગકારો સાથે સતત ઉપેક્ષા કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે ઉદ્યોગકારો અચોક્કસ મુદતની હડતાળ ઉતરી ગયા છે. મોરબી જિલ્લામાં હાલ 45થી 50 જેટલા કવોરી ઉદ્યોગ ધમધમે છે અને તેમાં 2000 લોકોને રોજગારી મળી રહી છે. આ હડતાળથી 2000 મજૂરોની સ્થિતિ કફોડી બની છે.

મોરબી સહિત રાજ્યભરમાં કવોરી ઉદ્યોગકારોએ અલગ અલગ પ્રશ્ન સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. તેઓના પ્રશ્નો વિશે ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે કવોરી ઉદ્યોગના ખાડા માપણીનો પ્રશ્ન, લીઝ વિના ખાનગી માલિકીની જમીનમાં કવોરી લીઝ વગર ન આપવા,કવોરીઝોન ડીકલેર કરવા,ઇસી અને માઈનીંગ પ્લાન્ટ ગૌણ ખનીજમાં નહી ગણવા,ખાણ ખનીજ અને આરટીઓ જોડાણ અલગ કરવા, મરીન સેન્ડને સરકારી કામોમાં વાપરવી ફરજિયાત કરવી, ખનીજકિંમત રૂ 350 છે જે ખુબ વધારે છે, તે ખરેખર 50 રાખવા માંગ કરી છે.

આ બાબતે અને આ પડતર પ્રશ્ને અગાઉ 5 વર્ષ પહેલાં પણ હડતાળ પાડવામાં આવી હતી જો કે ત્યારે સરકાર દ્વારા સમસ્યાના ઉકેલની ખાતરી આપવામાં આવી હતી, જેથી જે તે સમયે મોરબીના ક્વોરી ઉદ્યોગકારો દ્વારા આંદોલન પાછું ખેચી લેવાયું હતું. જો કે આશ્વાસન બાદ તેમની સમસ્યાનો ઉકેલ ન આવતા રાજ્યભરમાં ઉદ્યોગકારો ફરી હડતાળ પર ઉતર્યા છે.કવોરી ઉદ્યોગ બંધ થવાથી કાંકરીની અછત ઉભી થશે અને તેના કારણે રોડ રસ્તા તેમજ બાંધકામ ઉદ્યોગને અસર થશે.

અન્ય સમાચારો પણ છે...