તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સેન્ટર કાર્યરત:મોરબીના પાટીદાર કોવિડ કેર સેન્ટરે એક પણ રૂપિયો લીધા વિના 254 કોરોના દર્દીને સાજા કર્યા, કોરોના વેક્સિન સ્થાનિક સ્તરેથી મળતી ન થઇ જાય ત્યાં સુધી સેન્ટર કાર્યરત રખાશે

મોરબી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
દર્દીઓને મળી નવી જિંદગી, નર્સ અને તબીબ સ્ટાફ રહ્યા ખડેપગે. - Divya Bhaskar
દર્દીઓને મળી નવી જિંદગી, નર્સ અને તબીબ સ્ટાફ રહ્યા ખડેપગે.

મોરબીના જોધપર ખાતે પટેલ સમાજ દ્વારા પાટીદાર કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. બે મહિના પહેલા શરૂ થયેલા આ સેન્ટરમાં પાટીદાર સમાજના કોરોના પોઝિટિવ દર્દીઓને વિનામૂલ્યે રાખવામાં આવે છે. તથા નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર પણ અપાય છે. બે મહિનામાં 369 દર્દીઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે. જેમાં નાનામાં નાનો દર્દી 9 વર્ષનો અને મોટામાં મોટો 85 વર્ષના દર્દીએ પણ સારવાર લીધી છે. અહીંયા ત્રણ ડોક્ટરો તથા 9 નર્સિંગ સ્ટાફ છે.

અહીં દર્દીને ત્રણ ટાઇમ ભોજન, ચા-નાસ્તો, દવાઓ બધું જ વિનામૂલ્યે આપવામાં આવે છે. જેનો અત્યાર સુધીમાં 30 લાખથી વધુ ખર્ચ થઇ ચુક્યો છે. આ સારવારને કારણે અત્યાર સુધીમાં 254 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળતા મેળવી છે. હજુ પણ 77 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યાં સુધી કોરોનાની વેક્સીન સરળતાથી મળતી નહીં થઈ જાય ત્યાં સુધી આ સેન્ટર ચાલુ રાખવામાં આવશે.

ખૂબ સારી સંભાળ લેવાય છે
અહીં સવારે ઉકાળો પછી બાફેલા મગ, પછી ચા-નાસ્તો, પછી લીંબુ શરબત, બપોરે જમવાનું, સાંજે નાસ્તો, નારિયેળ પાણી, રાત્રે જમવાનું અને સૂતી વખતે હળદરવાળું દૂધ અપાય છે. અહીંનો સ્ટાફ તથા સંચાલકો ઘરે ના રાખે એવી રીતે સાચવે છે. અમારી નાની-નાની દરેક જરૂરિયાતોનો ખ્યાલ પણ રાખવામાં આવે છે.

પહેલા ડર લાગતો હવે નહીં
શરૂઆતના બે-ત્રણ દિવસ કોરોના પોઝિટિવ દર્દીઓની વચ્ચે રહેવાથી ડર લાગતો હતો. પરંતુ હવે નથી લાગતો. હું દરરોજ 8 થી 9 કલાક અહીંયા સેવા આપું છું. દર્દીઓ સાજા થઈને ઘરે જાય ત્યારે એના ચહેરા પરની ખુશી જોઈને સંતોષ થાય છે. - અરૂણભાઇ વિડજા , સંચાલક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો