તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મોરબીની મચ્છુ-3 ડેમ સિંચાઇ યોજના ત્રણ દાયકા બાદ હજુ પણ અધૂરી!

મોરબી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામગીરી શરૂ ન થાય તો કમાન્ડ એરિયાના ખેડૂતોને સાથે રાખી આંદોલનની ચેતવણી

રાજ્યમાં કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યારે મોરબી માળિયામાં ખેડુતોને સિંચાઇ પાણી આપવા મચ્છુ -૩ સિંચાઈ યોજનાની શરૂઆત કરી હતી. જો કે ત્રણ દાયકા જેટલો સમય થવા છતાં હજુ આ યોજના અધૂરી છે. ડેમનું કામ તો પૂર્ણ થઈ ગયુ પણ કેનાલનું કામ ન થવાને કારણે દર વર્ષે હજારો ક્યુસેક પાણી દરિયામા છોડવું પડે છે. કેનાલોનું કામ ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે જે કામને વહેલી તકે પૂર્ણ કરી સિંચાઈ માટે કેનાલોને ચાલુ કરેે તેવી માંગ સાથે મોરબીમાં અાગેવાને સીએમને પત્ર લખી રજૂઆત કરી છે.

આ યોજના પહેલા દેરાળા, ગુંગણ ગામ પાસે બનવા માટે સર્વે કરવામાં આવેલ હતું. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા આ યોજના સાદુળકા ગામ પાસે કરવા માટે નક્કી કરી હતી અને ગુજરાતભરમાં આ એક માત્ર ડેમનું સૌથી પહેલા ખાતમહુર્ત કર્યું હતું. આ યોજના આજે ૩૦ વર્ષ પછી પણ પૂરી થઇ નથી. માટે વહેલી તકે કામ પૂરા થાય તેવી માંગ કરી છે. સાથોસાથ કેનાલના બાંધકામમાં ખુબ જ બેદરકારી પૂર્વક કામ થયું હોઇ, આ ભ્રષ્ટાચારની તપાસની માંગણી કરી છે.

અને કેનાલનું કામ તાત્કાલિક પૂર્ણ કરીને સિંચાઈની સુવિધા મળે તેવી રજૂઆત કરી છે. જો કસુરવારને યોગ્ય સજા થાય તે માટે કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...