તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડતાળ:ભરુચ કોર્ટમાં એડવોકેટ પર હુમલાના વિરોધમાં મોરબીના વકીલોની હડતાળ

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોરબી બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરી મંગળવારે કોર્ટ કાર્યવાહીથી વકીલો અલિપ્ત રહ્યા હતા

રાજ્યભરની અલગ અલગ કોર્ટમા વકીલો પર વધતા જતા અત્યાચારોના બનાવોના વિરોધમાં મંગળવારે મોરબી બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા, અને વકીલો પર થતા અત્યાચારના બનાવો અને હુમલાના બનાવોને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યા હતા.રાજ્યના અલગ અલગ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ ઉપર છાશવારે હુમલા થવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે ત્યારે ઘટનાઓમાં એડ્વોકેટને જીવ પણ ગુમાવવો પડતો હોય છે.

તાજેતરમાં જ આવી ઘટના ભરૂચ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા જશુભાઈ જાદવ નામના એડવોકેટ સાથે ઘટી હતી.એડ્વોકેટ જશુભાઇની હત્યા કરવામાં આવી હોય જયારે લિંબડી બારના ભૂતપૂર્વ પ્રમુખ અને સિનિયર એડવોકેટ બી. જે. પટેલની ઓફિસમાં લુખ્ખા તત્વો દ્વારા આંખમાં મરચું છાંટી ઘાતક હુમલો કરવાની ઘટના બની હોય જે બંને ઘટનાઓને વખોડી કાઢવામાં આવી છે.

તેમજ મોરબી ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનના પ્રમુખ ડી. આર. અગેચણીયા, વાઈસ પ્રેસિડેન્ટ એ. એસ. સરડવા, સેક્રેટરી એમ. એચ. દવે અને જોઈન્ટ સેક્રેટરી એ. કે. પારેખ સહિતનાની ઉપસ્થિતિમાં મોરબી બાર એસોસિએશનમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યમાં વકીલો પરના અત્યાચારની ઘટનાને વખોડવામાં આવી હતી. અને મંગળવારને 30 ડિસેમ્બરના રોજ મોરબી બાર એસોસએશન દ્વારા એક ઠરાવ કરીને મોરબીના તમામ વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો