તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારીને હંફાવવા નવી હાડમારી:મોરબીના સો ઓરડી, લાલપર કેન્દ્રમાં વેક્સિન જ ન આવી, સવારે 6 વાગ્યાથી લાઈનમાં ઊભેલા લોકોને પરત જવું પડ્યું

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વેક્સિન માટેની તપસ્યા......
રસીકરણ માટે આવેલા લોકોને નિરાશ થવું પડે છે. - Divya Bhaskar
વેક્સિન માટેની તપસ્યા...... રસીકરણ માટે આવેલા લોકોને નિરાશ થવું પડે છે.
  • એક તરફ સરકાર રસીકરણ માટે ભાર મૂકે, વેપારીઓને દંડે, બીજી તરફ રસીનો જથ્થો જ ન આપે, જવું ક્યાં ?

એક તરફ રાજય સરકાર લોકોને ઝડપથી કોરોનાની રસી લેવા અલગ અલગ માધ્યમ થકી અપીલ કરે છે, આ ઉપરાંત વેપારીઓ કે હોટેલ સંચાલકો જેવી જાહેર જગ્યામાં લોકોના સીધા સંપર્કમાં આવતા લોકોને ફરજિયાત રસી લેવા જેવા પગલાં લીધા છે. જેના કારણે હવે કોરોના વેક્સિન સેન્ટરમાં વહેલી સવારથી લાઈનમાં ઉભા રહી જાય છે. અમુક સેન્ટરમાં સવારે 9 વાગ્યે રસી આપવાની શરૂઆત થતી હોવા છતાં પોતાને સમયસર વેક્સિન મળે તે માટે સવારે 6 વાગ્યાથી લાઈનમાં ઉભા રહી જતા હોય છે. જોકે છેલ્લી ઘડીએ સેન્ટર પર આજે વેક્સિન નથી તેમ કહી લોકોને પરત મોકલતા હોવાથી લોકોને ધક્કા થઈ રહ્યા છે.

મોરબી શહેરમાં આજે આવી સ્થિતિ શહેરના અલગ અલગ વેક્સિન સેન્ટરમાં સામે આવી હતી.મોરબીમાં આજે માત્ર 24 સેન્ટરમાં જ રસી આપવામાં આવી હતી. જો કે આ અંગે કેન્દ્રની એડવાન્સમાં જાણકારી ન આપવામાં આવતા અનેક સ્થળોએ વેક્સિન સેન્ટર પર લોકોને ધક્કા થયા હતા. મોરબીના સો ઓરડી કેન્દ્ર, લાલપર કેન્દ્ર, સહિત અલગ અલગ 10થી વધુ સેન્ટરમાં અનેક લોકો વહેલી સવારથી ટોકન લેવા લાઈનમાં ઉભા રહી ગયા હતા.

જોકે મોડે સુધી રસી આવી ન હતી, જે બાદ સ્ટાફ દ્વારા લોકોને આજે વેક્સિનન હોવાથી તેમને નહીં મળે તેવી જાહેરાત કરતા નિરાશ થઈ પરત ફર્યા હતા અને વેક્સિન લેવા આવેલ લોકોને ધક્કા થયા હતા.

આજે વેક્સિનેશન બંધ રહેશે
દર બુધવારે મમતા દિવસ ઉજવવામાં આવે છે. જેમાં સગર્ભા માતા, બાળકોનું રસીકરણ, કિશોરી હેલ્થ ચેકઅપ કામગીરી કરાઇ છે. જે અંતર્ગત આજે મોરબીમાં મમતા દિવસની ઉજવણીને કારણે રસીકરણ બંધ રાખ્યું છે. -વિપુલભાઈ કારોલીયા, વેક્સિનેશન અધિકારી, મોરબી

24 સેન્ટરમાં 2630ને વેક્સિન
મોરબીમાં સોમવારે અલગ અલગ વેક્સિનેશન સેન્ટરમાં જે સ્ટોક ફાળવામાં આવ્યા હતા તેમાથી 2630 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આ 2630 લોકોમાં 540 લોકોને બીજો ડોઝ જ્યારે 2090 જેટલા લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

સવારે 6 વાગ્યાથી લાઈનમાં હતા 9 વાગ્યે કહ્યું કે રસી નથી

હું સિરામીક ફેકટરીમાં મજૂરી કામ કરૂં છું.ગઈ કાલે રસી માટે આવ્યો તો મને ટોકન આધારે રસી આપવામાં આવતી હોવાથી આવતી કાલે સવારે વહેલા આવી ટોકન લઈ જવા કહેવામાં આવ્યું હતું. આજે નાઇટશિફ્ટ પતાવી આરામ કરવા જવાને બદલે સવારે 6 વાગ્યાથી રસીની લાઈનમાં ઉભા રહી ગયો હતો. હવે રસી આપવાની ના પાડતા અમારે ધક્કો જ થયો. હવે આ જ મજૂરી ગુુરુવારે પણ કરવાની ને! > લખનભાઈ પટેલ, શ્રમિક

અન્ય સમાચારો પણ છે...