કિલ્લોલ:મોરબીનું મેદાન શેરી રમતોથી ગૂંજ્યું

મોરબી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવા પ્રયાસ

વધતા જતા શહેરીકરણથી બાળકો આખો દિવસ ફ્લેટની અંદર પુરાયેલા રહે છે, અને મોબાઇલ ગેમ કે કોમ્પ્યુટર સ્ક્રીનમાં રચ્યાપચ્યા રહે છે જેના કારણે ગામડાંમાં રમાતી શેરી રમતોથી નવી પેઢી દૂર જતી જાય છે. ત્યારે બાળકો ફરી શેરી રમતોને જાણે અને શેરી રમતોથી સ્વાસ્થ્યને થતાં ફાયદાથી જાગૃતિ આવે તે હેતુથી રવિવારે શનાળા રોડ ખાતે આવેલા ભવાની જીનીગ મિલના ગ્રાઉન્ડમાં મોરબી રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલી યોજાઇ હતી જેમાં ભૂલકાંઓ મન ભરીને શેરી રમતો રમ્યાં હતા.

આ ધમાલ ગલીમાં જૂની શેરી રમતો જેવી કે લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો, મલ કુસ્તી,લખોટી, સાપસીડી, દોરડા કૂદને ફરી જીવંત કરવા માટે ભવાની જિન મિલ કું, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ મોરબી ખાતે ધમાલગલી નામથી બાળકોને શેરી રમતો રમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધમાલગલીમાં બાળકો જૂની ભુલાયેલી શેરી રમતો રમીને બાળપણની સાચી મજા માણી હતી. બાળકો અને ખાસ કરીને નેત્રહિન ભાઈ બહેનોએ ક્રિકેટ, પ્લેઈગ કાર્ડ, ચેસ, લુડો સહિતની જૂની શેરી રમતો રમી હતી.

આ આયોજનમાં 5 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના 400 જેટલા લોકોએ જોડાઈને રાસ ગરબા, જુમ્બા ડાન્સ,કુસ્તી, ભમરડો, લખોટી, દોરડાં કુદ, પેઇન્ટિંગ, બતક ચાલ, ચિતા ચાલ, લંગડી, ડુંગરપુરનો રાજા, દોરડાં ખેંચ, સાપસીડી, અંધ ક્રિકેટ, અંધ ચેસ, અંધ સાપસીડી વગેરે રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી કલબના પ્રમુખ અશોકભાઈ મેહતા, સેક્રેટરી રશેસભાઈ મહેતા, બંસીબેન શેઠ, સિદ્ધાર્થ જોશી સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...