તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:મોરબીની બીઓબી શાખામાં નેટ કનેક્ટિવિટી ખોરવાતાં કામકાજ ઠપ

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારની રજા બાદ બેંક ખૂલી, કામ ન થયા
  • બેંકના નાણાકીય વ્યવહારો પણ અટકી પડ્યા

મોરબીની બેંક ઓફ બરોડા શાખામાં આજે સોમવારે નેટ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ હતી અને તેના લીધે બેંકના નાણાંકીય વ્યવહારો અટકી પડવાની સાથે બેંકનું રૂટિન કામકાજ બંધ રહેતા લોકોને ધરમનો ધક્કો થયો હતો. રવિવારની રજા બાદ ઉઘડતી બજારના પ્રથમ દિવસે સામાન્ય રીતે લોકો બેંકિંગ કામગીરી માટે જતા હોય છે અને બેંકમાં જતા ખબર પડે કે આજે બેન્ક ચાલુ છે પણ આર્થિક લેવડ દેવડ બંધ છે. તો ગ્રાહકોની હાલત કફોડી બની જાય છેે. આવી હાલત આજે મોરબીના બેન્ક ઓફ બરોડાના ખાતેદારોની થઈ હતી.

મોરબીમાં આવેલી બેંક ઓફ બરોડા શાખામાં બેંક ઓફ બરોડામાં નેટ કનેક્ટિવિટી બંધ થઈ જવાથી ઓનલાઈન કામગીરી ખોરવાઈ ગઈ હતી. જેથી, નાણાકીય લેવડ-દેવડનું કામકાજ પણ બંધ થઈ ગયું છે.આથી બેંકમાં રૂટિન નાણાકીય લેવડ-દેવડના કામકાજ માટે આવેલા લોકોને ધક્કો થયો હતો.બેંકના સત્તાધિશોએ સપ્તાહના પ્રથમ દિવસે જ બેન્ક બહાર નેટ કનેક્ટિવિટી બંધ થઈ ગઈ હોય. હાલ બેંકનું કામકાજ બંધ રહેશે,તેવું બેંકની બહાર બોર્ડ લગાવી દીધું હતું આથી દુર દુરથી અહીં આવેલા ખાતેદારોને ધક્કો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...