સિરામિક નગરી ગણાતા મોરબીના ઐતિહાસિક એવા ઝુલતા પુલને દુર્ઘટના નડતાં શહેરે એ અનન્ય વિરાસત ગુમાવી છે. હવે આ વિરાસત પાછી મળશે કે કેમ તે અંગે અનેક શંકા, આશંકા છે. ત્યારે મોરબીના એક દુરંદેશી વડીલે આ બ્રીજની પ્રતિકૃતિ બનાવવાનું બીડું ઝડપી લીધું અને ગણતરીના દિવસોમાં જ આ પુલ તૈયાર પણ કરી લીધો. માત્ર 20 જ દિવસમાં તૈયાર થયેલા આ પુલને વ્હીલ પણ લગાવવામાં આવ્યા છે, જેનાથી તેની હેરફેર પણ કરી શકાય.
મોરબીની ઐતિહાસિક વિરાસત ઝૂલતા પુલ તૂટી પડતાંની સાથે એક તરફ 135 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. હજુ પણ એ ગમમાંથી શહેરીજનો બહાર આવી શક્યા નથી અને જેમણે પરિવારજનો ગુમાવ્યા છે તે તો આ દુર્ઘટનાને ક્યારેય વીસરી શકે તેમ નથી. છતાં અંગ્રેજો તેમજ રાજવી કાળના આ વારસાની યાદ કાયમી ધોરણે સચવાઇ રહે તે માટે મોરબીના આશાવાદી વડીલ સામે આવ્યા છે અને તેમણે આપબળે પુલની પ્રતિકૃતિ તૈયાર કરી લીધી છે.
આ બ્રિજ લોખંડ અને પાટિયાનો બનાવ્યો છે તેમજ તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરી શકાય તે તે માટે તેમાં વ્હીલ પણ મૂકવામાં આવ્યા છે.બ્રીજ બનાવતા તેઓને 20 દિવસનો સમય લાગ્યો હતો અને તેમાં તેમને અંદાજિત 20,000નો ખર્ચ થયો હતો.
પુલની યાદ કાયમી રહે તે માટે આ બીડું ઝડપ્યું
ઝુલતા પુલની દુર્ઘટના બાદ હવે આવો મજાનો અને નવો પુલ ક્યારે બનશે તેની ખબર નથી, જેથી નવી પેઢી પણ આ પુલની કરામતને જાણી શકે અને તેનો આનંદ મેળવી શકે તે માટે મને ઝુલતા પુલ જેવો પુલ બનાવવાનો વિચાર આવ્યો. પીએમ નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા કેમ્પેઇનથી પ્રેરાઈને મને આ પુલનું નિર્માણ કરવાનો ઉત્સાહ જાગ્યો હતો.> કાનજીભાઇબારેજિયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.