તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી જિલ્લા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 35 પોલીસકર્મીને પ્રમોશન આપવામાં આવ્યું છે. 2020ના વર્ષના અંતિમ દિવસોમાં નવા વર્ષની ભેટ મળતા પોલીસ બેડામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મોરબી જિલ્લામાં ફરજ બજાવતા હથિયારી પોલીસ કોન્સ્ટેબલને હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે.
જેમાં અનિલભાઈ લાભશંકર મહેતા, રાજેશભાઈ રામજીભાઈ પઢીયાર, લાભુભાઈ હમીરભાઈ બાલાસરા, ભીખુભાઈ દાનાભાઈ વાળા, જયેન્દ્રસિંહ ઈન્દુભા ઝાલા, ભરતભાઈ ધરમશીભાઈ રાઠોડ, દિનેશભાઈ ખેંગારભાઈ ધ્રાંગા, સહદેવસિંહ નિરૂભા જાડેજા, યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને માવજીભાઈ સુખાભાઈ ચાવડાને પ્રમોશન અપાયું છે. આ ઉપરાંત, 14 બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલને બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં અંબાપ્રાતાપસિંહ પ્રવીણસિંહ જાડેજા, રમેશભાઈ ચંદુલાલ મૈયડ, રઘુવીરસિંહ મહેન્દ્રસિંહ પરમાર, મહેશકુમાર જાદવજીભાઈ કહાગરા, પ્રદીપસિંહ ધીરૂભા ઝાલા, રણજીતભાઈ મગનભાઈ મઠીયા સહિતોનો સમાવેશ થાય છે. વધુમાં, હથિયારી હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં જયદેવસિંહ ખોડુભા ઝાલા, પ્રકાશભાઈ રતાભાઈ આહીર, કમલેશભાઈ મનજીભાઈ અઘારા, ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા, જીતેશકુમાર નાનજીભાઈ રાઠોડ, મહેશભાઈ મોહનભાઈ ચાવડા, હિતેશકુમાર નાગજીભાઈ મકવાણા, રસિકલાલ હીરજીભાઈ ચાવડા સહિતોને પ્રમોશન આપવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.