તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:વિવાનની સારવાર માટે મોરબીના યુવાનોએ 1.11 લાખનો ફાળો આપ્યો

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આલીદરના બે માસના બાળકને છે અસાધ્ય બીમારી

કોડીનારના આલીદર ગામના રહેવાસી અશોકભાઈ સમાતભાઈ વાઢેરના અઢી માસના પુત્ર વિવાનને અસાધ્ય બીમારી લાગુ પડી હોય અને સારવાર માટે કરોડોની રકમની જરૂરરિયાત ઉભી થઇ હતી જોકે પરિવાર આવડો ખર્ચ કરી શકે તેમ ન હોય જેથી મોરબીના યુવાનોએ રૂ. 1.11 લાખ એકત્ર કરીને વિવાનના પરિવારને અર્પણ કરી છે.

સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી (SMA) નામની ગંભીર બિમારી અશોકભાઈ વાઢેરના પુત્ર વિવાનને થઇ છે. આ બિમારીની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન વિદેશથી મંગાવવું પડે એવી સ્થિતિ હોવાથી આશરે 16 કરોડનું ઇન્જેક્શન મંગાવવાની વાત આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવતા અશોકભાઈ એકના એક પુત્રની સારવારના ખર્ચેને લઈ ચિંતિત બન્યા છે. જેથી અશોકભાઈ દ્વારા સામાજીક સંસ્થા અને સરકાર તથા લોકોને મદદ કરવા હાથ લંબાવી મદદ માંગી હતી. ત્યારે સમગ્ર ગુજરાતમાં મદદ માટે લોકો આગળ આવી દાનની સરવાણી વરસાવી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે.

જેમાં મોરબીના યુવાનો પણ માર્ગો પર ફંડ એકત્રિત કરવાનું શરૂ કર્યું અને રૂ.1,11,111 જેટલું ફંડ એકત્રિત કરીને આલીદર ગામે રૂબરૂ જઈને હેલ્પ ફોર વિવાન ટીમ મોરબીના યુવાનોએ વિવાન વાઢેરના પિતા અશોકભાઈને આપ્યા હતા. અને વિવાન વાઢેરની મદદ માટે ફંડ એકત્રિત કરવાનું કાર્ય ચાલુ રહેશે તેમ પણ ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...