‘આઝાદી’ હરવા ફરવાની:મોરબીને 15મીથી મળશે વધારાની સિટી બસ, ગાંધી ચોક પાસેના પાર્કિંગ પોઇન્ટ પર બનશે બસસ્ટેશન

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગર પાલિકાએ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ સુધારવા અને ગતિશીલ બનાવવા ફુલપ્રૂફ પ્લાનિંગ કર્યું
  • અગાઉ માત્ર 6 સિટી બસ દોડતી​​​​​​​ હતી, હવે સંખ્યા વધશે અને લોકોને અપડાઉન કરવું સરળ અને ઓછું ખર્ચાળ બનશે

સિરામિક નગરી ગણાતું મોરબી દિન પ્રતિદિન વિસ્તરી રહ્યું છે. જિલ્લાનું મુખ્ય શહેર હોવાના કારણે તેમજ શાળા કોલેજ હોસ્પિટલ મુખ્ય બજાર પણ હોવાથી દરરોજ હાજરોની સંખ્યામાં લોકો મોરબીમાં અવન જાવન કરે છે. તો શહેરમાં પણ લોકોની અવર જવર રહે છેે. આ ઉપરાંત સિરામિક ઉદ્યોગ નજીક હોવાથી ખૂબ મોટી સંખ્યામાં મોરબી શહેરના જ લોકો સિરામિક ઝોન વિસ્તારમાં અપ ડાઉન કરે છે.જેના કારણે શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ખૂબ મોટા પાયે વધી છે.

શહેરના સાકડા માર્ગો પર પાર્કીંગ જગ્યાના અભાવને કારણે જાહેર માર્ગો પર વાહન પાર્ક કરવાની પણ સમસ્યા છે. આ ઉપરાંત ડિઝલ અને ગેસના ભાવ ભડકે બળતા રીક્ષા ભાડા પણ ખૂબ મોંઘા થયા છે. આ તમામ સમસ્યાના ઉકેલ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ યોગ્ય રીતે ચાલે તો મોટી રાહત થઈ શકે છે. મોરબી શહેરના આ સમસ્યાના ઉકેલ માટે પાલિકા દ્વારા એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપી પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

અગાઉ શહેરમાં માત્ર 4 સીટી બસ દોડતી હતી તેની સંખ્યા વધારી 20 જેટલું કરવાનું આયોજન છે અને ખાનગી એજન્સીને કોન્ટ્રકટ મળ્યા બાદથી 2 નવી બસ પણ મળી ગઈ છે અને હવે 6 બસ દોડી રહી છે. આ ઉપરાંત આગામી 15મી ઓગસ્ટથી શહેરને વધુ બસ મળે તેવી સંભાવના વધી છે. ખાનગી એજન્સી દ્વારા અગાઉ આપવામાં આવેલ ઓર્ડર મુજબ વધુ બસ આગામી દિવસમાં મળી જશે અને આગામી 15 મી ઓગસ્ટથી તેનું લોકાર્પણ કરવાનું આયોજન થઈ રહ્યું છે. જેથી આગામી સમયમાં લોકોને ટ્રાન્સપોર્ટેશનની વધુ સારી સુવિધા મળી શકશે.

આ ઉપરાંત આગામી દિવસોમાં લોકોને એક જ સ્થળેથી અલગ અલગ સ્થળ પર બસ મળી રહે તેમજ અલગ અલગ રૂટ પરથી આવતી બસ શહેરના મુખ્ય વિસ્તારમાં આવી શકે તે માટે ગાંધી ચોક ખાતે આવેલ જાહેર પાર્કિગ પોઇન્ટ પર બસ સ્ટેશન બનવાનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમજ ભવિષ્યમાં વાહન પાર્કિગ માટે અન્ય જગ્યા ફાળવવામાં આવી શકે છે.

શહેરના વિવિધ વિસ્તારમાં રૂટ વધારી પિકઅપ પોઇન્ટ પણ વિકાસાવાશે
મોરબી શહેરમાં હાલ જેટલા બસ રૂટ ચાલી રહ્યા છે તેની સંખ્યા વધારવાનું આયોજન છે અને મોરબી શહેરને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ સિરામિક ઝોન વિસ્તારમાં પણ સિટી બસના નવા રૂટ શરૂ કરવાનું આયોજન છે. તેમજ વિવિધ વિસ્તારમાં લોકોને ઝડપથી બસ મળી શકે તે માટે વધુ માં વધુ પિક અપ પોઇન્ટ મુકવામાં આવશે તેમજ તે સ્થળ પર બેસવાની વ્યવસ્થા કરાશે અને સિટી બસનું ટાઈમ ટેબલ નિર્ધારિત કરવાનું આયોજન છે. - સંદિપ સિંહ ઝાલા, ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...