નવા બસસ્ટેન્ડની સવલત:મોરબીને મળશે રૂ.543.56 લાખના ખર્ચે બે માળનું આધુનિક બસસ્ટેન્ડ

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યાત્રાધામ વીરપુર અને સરધારને પણ મળશે નવા બસસ્ટેન્ડની સવલત

મોરબીના નવા બસ સ્ટેશનનું રૂ.543.56 લાખના ખર્ચે નવનિર્માણ કરાશે જેનું ઊર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતું. આ નિર્માણ પામનાર બસ સ્ટેશનમાં વેઈટીંગ હોલ, રિઝર્વેશન રૂમ, કંટ્રોલરૂમ, સ્ટુડન્ટ પાસ, ડેપો મેનેજર રૂમ, સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂમ, વીઆઈપી વેઇટીંગ લોંજ, એડમિનિસ્ટ્રેશન ઓફિસ, કેન્ટીન, પાર્સલ રૂમ, લેડીઝ રેસ્ટરૂમ, બેબી ફિડીંગ રૂમ, ઈલેક્ટ્રિક રુમ, વોટર રૂમ, સ્ટોલ્સ અને શૌચાલય બનાવાશે. જ્યારે પ્રથમ માળ પર બુકિંગ રૂમ, કેસ રૂમ, નાઈટ ક્રુ રેસ્ટરૂમ જેવી સુવિધા ઊભી કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ઈ-ઉદ્ઘાટન કરાયું હતું ત્યારે મંત્રી સૌરભ પટેલ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા સહિતના હાજર રહ્યા હતા.

વીરપુર યાત્રાધામને મળશે રૂ.2.96 કરોડના ખર્ચે સુવિધા
યાત્રાધામ વીરપુરના નવા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઓનલાઇન કાર્યક્રમમાં સરધાર ખાતેથી વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ સમારોહમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીજયેશભાઇ રાદડીયા ઉપસ્થિત રહ્યા હતા. મનસુખ ભાઈ ખાચરીયા, ગોરધનભાઈ ધામેલીયા ,વેલજી ભાઈ સરવૈયા , પી જી ક્યાડા, ભૂપત ભાઈ સોલંકી,જનક ડોબરીયા,દિનકરભાઈ ગુંદારિયા, પ્રાંત અધિકારી રાજેશ આલ,જેતપુર મામલતદાર ડી.એ.ગીનીયા,તથા એસટી વિભાગના અઘિકારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં. આ ઉપરાંત સરધાર ગામે મંત્રી આર.સી ફળદુ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના હસ્તે નવા બસ સ્ટેશનનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...