મોરબી તાલુકાના આમરણ ગામ નજીકથી ગૌશાળાની બોલેરો પસાર થતી હતી. ત્યારે હાઈવે પર બોલેરો ગાડી પલટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં બોલેરોના ચાલક નાળામાં નીચે કાદવ અને પાણીમાં પડતા બોલેરો ચાલકનું મોત થયું હતું. જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉપલેટાના ભાયાવદરના રહેવાસી જગનસિંગ કડિયાભાઈ ભુરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના ભાઈ સુરભી ગૌશાળામાં કામ કરતા હતા. સાંજે વાડીએ હતા ત્યારે મનોજ પનારાનો ફોન આવ્યો હતો. જેમાં માહિતી આપી હતી કે, ફરિયાદીના ભાઈ બદનસિંગનું જામનગર-કચ્છ હાઈવે પર આમરણ ગામ આગળથી બોલેરો લઈને જતા હોય ત્યારે અકસ્માત સર્જાયો હતો.
જેમાં બોલેરો ગાડી પલટી મારી જતા નાળામાં નીચે ખાબક્યા હતા. નાળામાં નીચે પાણી અને ઘાસ કાદવ હતો, જેમાં બોલેરોના ચાલક બદનસિંગ પડતા પાણી પી જતા ગંભીર હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યા હતા. મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.