ઐક્યોત્સવ:મોરબી તાલુકા ઉમિયા પરિવાર આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 12 યુગલનું પરિણય પંથે પ્રયાણ

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રક્તદાન કેમ્પ પણ યોજી આયોજકોએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું

અખાત્રીજ પર્વ નિમિતે લોકો મુર્હુત જોયા વિના લગ્ન લીધા હતા ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ સમૂહલગ્નોત્સવ મોરબીના જોધપર ગામ ખાતે આવેલ કડવા પાટીદાર વિધાર્થી ભુવન ખાતે યોજાયો હતો.આજે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમૂહ લગ્નોત્સવ સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું, જેમાં રક્તદાતાઓએ રક્તદાન પણ કર્યું હતું.

આ લગ્નોત્સવમાં નવયુગલોને આશીર્વાદ આપવા બગથળા ખાતે આવેલ નકલંક ધામના મહંત દામજી ભગત,મંત્રી બ્રીજેશ મેરજા,વેલજીભાઈ બોસ, વલમજીભાઇ પટેલ, બેચરભાઈ હોથી સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા. સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્નોત્સવ સમિતિના ડો મનસુખભાઈકૈલા,ઉપપ્રમુખ મણીલાલ સરડવા,જયંતિલાલ પડસુમ્બિયા,મંત્રી જયંતિલાલ વિડજા,સહમંત્રી કમલેશભાઈ કૈલા ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા, વિનોદભાઈ કૈલા ઉપરાંત મોરબી માળિયા તાલુકાના ગામમાં રહેતા યુવાનો અને સ્વયં સેવકોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...