તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાશકારો:મોરબીમાં સપ્તાહમાં 12.64 % પોઝિટિવ કેસ, 22.11 % ટેસ્ટ ઘટ્યા

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય કેન્દ્રમાં  ટેસ્ટ માટે આવતા લોકોની કતાર લાગી  હોય એ ભૂતકાળ બની ગયો છે. હેલ્થ વર્કર્સ પણ હળવાશની પળ માણી શકે છે. જો કે કેન્દ્રો પર ટેસ્ટ કીટનો પૂરતો જથ્થો હાજર છે. - Divya Bhaskar
આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ માટે આવતા લોકોની કતાર લાગી હોય એ ભૂતકાળ બની ગયો છે. હેલ્થ વર્કર્સ પણ હળવાશની પળ માણી શકે છે. જો કે કેન્દ્રો પર ટેસ્ટ કીટનો પૂરતો જથ્થો હાજર છે.
  • કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી હોવાની વધુ એક ગાણિતિક સાબિતી મળી
  • હોસ્પિટલમાં બેડ પણ મળે છે ખાલી, રિકવરીની સંખ્યા પણ વધી

મોરબીમાં કોરોના સંક્રમણ થવાની ગતિ ધીમી પડી રહી છે અને હાલત ધીમે ધીમે સુધરી રહી છે. હોસ્પિટલમાં બેડ ખાલી જોવા મળે છે. કોરોના કેર સેન્ટરોમાં પણ હવે નવા દર્દીઓની સરખામણીમાં સાજા થતાં દર્દીઓની સંખ્યા વધી રહી છે તેવામાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થતા આંકડાઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ગત સપ્તાહની સરખામણી કરવામાં આવે તો કોરોના પોઝિટિવ કેસની સંખ્યાની સાથે સાથે કરવામાં આવતા ટેસ્ટમાં પણ ઘટાડો જોવાયો છે. લોકોમાં સંક્રમણના કોઇ લક્ષણો જ ન દેખાતા હોય તો લોકો ટેસ્ટ કરાવવા પણ ન જ આવે તે દેખીતી વાત છે.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આગલા સપ્તાહે ૬૨૫ કોરોના પોઝિટિવ કેસો જાહેર થયા હતા. જે ગત સપ્તાહમાં ઘટીને 546 નોંધાયા છે. આ કેસો જિલ્લાના 43 આરોગ્ય કેન્દ્ર અને 15 ધન્વંતરી રથ દ્વારા કરાયેલા ટેસ્ટિંગમાં સામે આવેલા છે. જો કે ગત સપ્તાહે ૯૯૪૦ ટેસ્ટિંગ થયા હતા. જ્યારે આગલા સપ્તાહે 12768 ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા.

એક મહિના પહેલા ટેસ્ટિંગ કેન્દ્ર પર લાઈનો લાગતી હતી, ત્યાં આજે કાગડા ઊડે છે. મોરબી જિલ્લામાં આમ બે સપ્તાહની સરખામણી કરીએ તો ૧૨.૬૪ ટકા કેસોનો ઘટાડો આવ્યો છે ત્યારે ટેસ્ટિંગમાં પણ ૨૨.૧૧ ટકાનો ઘટાડો જોવા મળે છે. જો કે આરોગ્ય વિભાગ દ્વારા લોકો ટેસ્ટિંગ માટે ઓછા આવતા હોવાનો અને ટેસ્ટીંગ કીટ પર્યાપ્ત હોવાનો દાવો થઈ રહ્યો છે

ગત સપ્તાહના પોઝિટિવ કેસ

તારીખટેસ્ટકેસ
41886104
5162792
6146887
7140080
8136072
996844
10123167

કેસ ઘટ્યા એટલે ટેસ્ટિંગ ઘટ્યા, લોકોમાં વેક્સિનેશનની જાગૃતિ વધી
મોરબી જિલ્લામાં ઉત્તરોતર કોરોનાના કેસો ઘટી રહ્યા છે. અમે હજુ પણ જેટલા લોકો ઇચ્છે એટલા ટેસ્ટિંગ કરી રહ્યા છીએ પરંતુ ટેસ્ટિંગ માટે આવતા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. જે લોકોને સામાન્ય લક્ષણો નથી લાગતા તેવા લોકો હવે ટેસ્ટ કરાવવા આવતા નથી. મોરબી જિલ્લામાં આરટીપીસીઆર અને રેપીડ એમ બંને ટેસ્ટ માટેની પૂરતી કીટ ઉપલબ્ધ છે. લોકોમાં વેક્સિનેશનની જાગૃતિ આવી છે અને સાથોસાથ ભય પણ ઓછો થયો છે. લોકડાઉન અને રાત્રી કર્ફ્યુના લીધે સંક્રમણ ઓછું થયું છે તેની આ નિશાની છે. - ડો.સી.એલ. વારેવડીયા, ઇએમઓ મોરબી

​​​​​​​મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 51 કેસ, 98 દર્દી ડિસ્ચાર્જ, ડિસ્ચાર્જ કેસની સામે નવા દર્દીઓનો આંક અડધો
મોરબીજિલ્લાના કોવિડ સેન્ટરમાં ખૂબ ડિસ્ચાર્જ થનારા દર્દીઓ સામે નવા કેસ અડધા જેટલા જ આવી રહ્યા છે. મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા જોઈએ તો કુલ 877 દર્દીઓના કોરોના ટેસ્ટ થતા 51 જેટલા નવા કોરોના પોઝિટિવ આવ્યા હતા.આ 51 દર્દીમાં મોરબી શહેરમાં 13 અને ગ્રામ્યમાં 22 કેસ આવ્યા હતા તો હળવદ શહેર અને ગ્રામ્યમાં 3-3 કેસ આવ્યા હતા આ સિવાય ટંકારા માળિયા મી.4-4 નવા કેસ નોંધાયા હતા તો વાંકાનેરમાં માત્ર 2 કેસ જ સામે આવ્યા હતા.

બીજી તરફ મોરબીમાં 51,હળવદ 16,માળીયા 13,ટંકારા 10 અને વાકાનેરમાં 8 દર્દી મળી કુલ 98 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.મોરબી જિલ્લામાં હાલ 877 એક્ટિવ કેસ છે તો 4858 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જિલ્લામાં સત્તાવાર મોત 84 સાથે આજ દિન સુધીમાં કુલ કોરોના સક્રમિત દર્દીઓની સંખ્યા 6076નો આંક વટાવી ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...