હત્યારાઓ સામે સ્થાનિકોમાં રોષ:મોરબીમાં મારમારી કરનાર શખ્સો પોલીસ સકંજામાં; સ્થાનિકોએ હત્યાના પ્રયાસની કલમ ઉમેરવા કરી ઉગ્ર રજૂઆત

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબીના ઉમા ટાઉનશીપમાં નજીવી બાબતે ત્રણ અજાણ્યા સહીત 6 ઇસમોએ યુવાન સાથે મારામારી કરી ઈજા પહોંચાડયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી હતી. જે ગુનામાં સંડોવાયેલ 6 આરોપીને પોલીસે ઝડપી લીધા છે. જેમાં ફરિયાદી રાહુલભાઈ ઉર્ફે મુનો કાંતીલાલ વિડજાએ. આરોપી પ્રકાશભાઈ ફુલતરીયા, અમૃતલાલ કુંડારીયા, અમૃતલાલ કુંડારીયાનો દિકરો નિશિત અને 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગાડીઓ હટાવવા બાબતે આરોપીઓએ માથાકૂટ કરી હતી. અને જે બાબતનો ખાર રાખીને નીશીત નામના આરોપીએ સમાધાન માટે બોલાવ્યો હતો. જ્યાં મારામારી કરી એક ઇસમે છરી વડે ઈજા પહોંચાડી હતી. જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સ્થાનિકોના ટોળા કલેકટર-એસપી કચેરીએ પહોંચ્યા
બનાવને પગલે ઉમા ટાઉનશીપના રહીશોમાં રોષ ભભૂક્યો હતો. અને ઘટનાને પગલે સ્થાનિકોના ટોળા કલેકટર અને જીલ્લા પોલીસવડા કચેરી પહોંચ્યા હતા. જ્યાં માથાકૂટ મામલે રજૂઆત કરી હતી. અને આરોપીઓ વિરુદ્ધ 307 અને 326ની કલમ ઉમેરવા રજૂઆત કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના લોકોએ કલેકટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી.

પોલીસે છ આરોપીની ધરપકડ કરી
મારામારીના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં આરોપી અમૃતલાલ હરજીભાઈ કુંડારિયા, પ્રકાશ પ્રેમજીભાઈ ફૂલતરીયા, નીશીત અમૃતલાલ કુંડારિયા, તેશીફ મહેબુબ બ્લોચ, નદીમ ઉર્ફે ઢાળિયો અબ્દુલ બ્લોચ અને અનવર મુશા ખુરેશી એમ 6 આરોપીને ઝડપી લીધા છે. અને કાયદેસરના ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...