વેકેશન:મોરબીવાસીઓ રજા માણવા ગોવા, દીવ, રાજસ્થાન અને સાસણની સહેલ કરશે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી બાદ હરિદ્વારની ટ્રિપ , અત્યારથી જ બુકિંગ ફુલ થવા લાગ્યા

દિવાળીની ઉજવણી બાદ બેસતા વર્ષથી જ પાંચ દિવસનું મિનિ વેકેશન શરૂ થઇ જાય છે. કોરોના મહામારી પહેલા સુખી સંપન્ન પરિવાર વિદેશ પ્રવાસ કરતા તો મધ્યમ વર્ગીય પરિવાર જૂનાગઢ, દ્વારકા, કચ્છ કેવડિયા સહિતના વિસ્તારમાં જતા હોય છે તો ઘણા પરિવાર રાજસ્થાન, હિમાચલ અને દિલ્હી જેવા સ્થળોમાં ફરવા જતા હતા. જો કે કોરોના મહામારી બાદ લોકોની આવક ઘટતા બજેટમાં ઘટાડો આવ્યો છે.

આ સિવાય વિશ્વના ઘણા દેશમાં ફ્લાઇટ બંધ હોય જેના કારણે આ વર્ષે વિદેશ પ્રવાસમાં ઘટાડો આવ્યો છે. મોરબી શહેરના લોકો દિવાળી પર્વ બાદ સાસણ અને સોમનાથ, દિવ તેમજ રાજસ્થાનમાં માઉન્ટ આબુ,જોધપુર,ઉદેપુર,જેસલમેર સહિતના સ્થળો પર જઈ રહ્યા છે. તો સુખી સંપન્ન પરિવારમાં ગોવા તરફ જવાનો ઘસારો વધ્યો છે. દિવાળી પર્વ બાદ ફરી હરિદ્વાર તરફ જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા વધશે તેવી આશા ટુર ઓપરેટર સેવી રહ્યા છે અને એ આશાએ બુકિંગ પણ કરી રહ્યા છે.

ફલાઈટમાં જનારાની સંખ્યા પણ વધી
મોરબીના લોકો ટ્રેન કે બસની સરખામણીમાં ફ્લાઈટનો ઉપયોગ કરતા થયા છે જેના કારણે છેલ્લા વર્ષોમાં ફલાઈટમાં દિલ્હી, ગોવા, કેરળ તરફ જનારાની સંખ્યા વધી છે. જો કે તેમને નજીકના એરપોર્ટ તરીકે રાજકોટ કે અમદાવાદ આવવું પડી રહ્યું છે.

દક્ષિણ ભારતની ટ્રિપનો સમય બદલવો પડ્યો
મોરબીના ઘણા લોકો રાજસ્થાન તરફ જઈ રહયા છે. અન્ય રાજ્યમાં જનારા મુસાફરોમાં ઉત્તર પૂર્વ ભારતમાં જનારા મુસાફરો પણ સંખ્યા સારી એવી છે. ઉત્તર પૂર્વ ભારતમાં કુલુમનાલી, શિમલા, હરિદ્વાર સહિતના રાજ્યમાં ટ્રીપ વધી છે. જો કે દક્ષિણ ભારતમાં કોરોનાના કેસ સામે આવતાંં ત્યાં જવા ઇચ્છુકોએ પસંદગી બદલી છે અને ટુર ઓપરેટર અને એજન્ટએ એક ટ્રીપનો સમય પણ બદલી નાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...