તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં એરપોર્ટ બનશે:દોઢ વર્ષની અંદર મોરબીવાસીઓને એરપોર્ટ મળશે, રાજપર ગામે નાગરિક ઉડ્ડયન વિભાગની ટીમે મુલાકાત લીધી, જમીનનો કબજો મેળવ્યો

મોરબી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
નાગરિક ઉડ્ડયન વિભાગની ટીમે રાજપર ગામે સ્થળ વિઝીટ કરી - Divya Bhaskar
નાગરિક ઉડ્ડયન વિભાગની ટીમે રાજપર ગામે સ્થળ વિઝીટ કરી
 • એરપોર્ટ માટે રૂ. 40 કરોડ ફાળવવામાં આવ્યા
 • એકથી દોઢ વર્ષ કામ ચાલે તેવો અંદાજ,દોઢ કિમિ લાંબો રનવે બનશે
 • ટૂંક સમયમાં ડીઆઈએલઆર અને ડીમાર્કેશનની કાર્યવાહી હાથ ધરાશે

મોરબીવાસીઓની વર્ષો જૂની માંગ હવે પૂર્ણ થવામાં છે. હવે બસ એક કે દોઢ વર્ષે મોરબીવાસીઓને એરપોર્ટ મળે તેવી ઉજળી સંભાવનાઓ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. કારણ કે નાગરિક ઉડ્ડયન વિભાગની ટીમે રાજપર ગામે સ્થળ વિઝીટ લઈને એરપોર્ટની જમીનનો કબજો મેળવી લીધો છે.

મોરબીના રાજપર ગામે એરપોર્ટ બનાવવાની ગતિવિધિ તેજ બની
મોરબીના રાજપર ગામે એરપોર્ટ બનાવવાની ગતિવિધિ તેજ બની છે. નાગરિક ઉડ્ડયન વિભાગના સુપ્રીટેન્ડેન્ટ ઈજનેર રાયજાદા અને જમીન સંપાદન અધિકારી સમીર બૂંદેલાએ ગઈકાલે રાજપર ગામે એરપોર્ટની જગ્યાની મુલાકાત લીધી હતી અને સ્થાનિક તંત્ર પાસેથી જમીનનો કબજો મેળવ્યો હતો. આ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ આદ્રોજા અને તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ કોટડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેવી માહિતી એરપોર્ટની સરકારમાં લેખિત માંગણી કરનાર વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી હસુભાઈ ગઢવીએ જણાવ્યું હતું.

મોરબીના રાજપર ગામે એરપોર્ટ બનાવવાની ગતિવિધિ તેજ બની છે
મોરબીના રાજપર ગામે એરપોર્ટ બનાવવાની ગતિવિધિ તેજ બની છે

ટૂંક સમયમાં ડીઆઈએલઆર અને ડીમાર્કેશનની કાર્યવાહી હાથ ધરાશે
ઉલ્લેખનીય છે કે હવે ટૂંક સમયમાં ડીઆઈએલઆર અને ડીમાર્કેશનની કાર્યવાહી હાથ ધરાશે. હાલ એરપોર્ટ માટે રૂ. 40 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી ત્યાં કમ્પાઉન્ડ વોલ, રનવે અને બિલ્ડીંગ બનાવવામાં આવનાર છે. અહીં દોઢ કિમિ લાંબો રનવે બનાવવામાં આવશે. એરપોર્ટનું કામ એક કે દોઢ વર્ષમાં પૂર્ણ થઈ જાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

એક સમયે મોરબીના મહારાજા પાસે પોતાનું પ્લેન હતું
કિનફોક નામની વેબસાઈટમાં જણાવ્યા પ્રમાણે મોરબીના એક સમયના મહારાજા મહેન્દ્રસિંહજી એક સારા રાઈડર હતા અને વિશ્વભરમાં રેસમાં ભાગ લેતા હતા. તેઓ ગોલ્ફર પણ હતા અને મોરબીમાં ગોલ્ફ કોર્સ પણ બનાવ્યું હતું. તેમણે એ સમયે મોરબીમાં એક એરપોર્ટનું નિર્માણ કર્યું હતું અને તેમની પાસે પોતાનું એક નાનું પ્લેન પણ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો