તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતર રાજય નકલી રેમડેસિવિર કૌભાંડ:મોરબીમાં નકલી રેમડેસિવિર પ્રકરણના આરોપી પૈકી 7ના રિમાન્ડ પૂર્ણ, જેલહવાલે

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમપી, મુંબઈ અને અલગ અલગ જિલ્લામાં મોરબી પોલીસ ટીમની તપાસ

મોરબીમા આંતર રાજય નકલી રેમડેસિવિરમાં ઝડપાયેલા 18 આરોપી પૈકી 7 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને ફરી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આ 7 આરોપીને જેલ હવાલે કરવા આદેશ ર્ક્યો હતો.તો બીજા આરોપીઓના 16મીના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને કોર્ટમાં રજૂ કરાશે.એમપીમાંથી 1200 નકલી રેમડેસિવિરનું વેચાણ થયું હોવાની બાતમી આધારે વધુ 3 શખ્સને ઝડપી પાડ્યા બાદ આરોપીની પૂછપરછના આધારે મોરબી પોલીસની એક ટીમ દ્વારા એમપીમાં પહોંચી તપાસ હાથ ધરી છે.

મોરબીમાંથી 41 નકલી રેમડેસિવિર સાથે બે આરોપીની ઝડપી લઇને તપાસ કરતા આ પ્રકરણમાં તપાસનો ધમધમાટ પહેલા રાજયના અલગ અલગ જિલ્લામાં ચાલ્યા બાદ રાજ્યના સીમાડા વટાવી મુંબઈ અને એમપી સુધી પહોંચી ગયો છે. હાલ ઝડપાયેલા 18 આરોપીમાંથી મોરબીના રવિરાજ ઉર્ફે રાજ મનોજ લોહાણા, અમદાવાદનો રમીઝ સૈયદ હુસેન કાદરી, તેમજ નાગજી ઉર્ફે નાગેસ નામદેવ મોરે,મોહન મધુ સુંદનગીરી,રાજેશ ધીરુભાઈ કથીરિયા,રણજીત રાધેશ્યામ પ્રજાપતિ, કિશોર સંભુભાઈ ચંભાળિયા વગેરેના 13મી સુધી કોર્ટમાંથી રિમાન્ડ મળ્યા હતા. જે મુદત પૂર્ણ થતાં આજે ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીઓને જેલ હવાલે કરવા આદેશ કર્યો હતો.

આ સિવાય 8 આરોપીઓના 16 મી સુધીના રિમાન્ડ મળેલા હોય જેની મુદત પૂર્ણ થયે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મોરબી પોલીસ દ્વારા અલગ અલગ જિલ્લા તેમજ મુંબઈ અને એમપી સુધી તપાસ ચલાવી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...