તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:મોરબીમાં 18 પ્લસ 4.97 લાખની વસ્તી સામે એક મહિનામાં માત્ર 1.32 લાખ વેક્સિન ડોઝ મળ્યા

મોરબી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ જ ગતિએ રસીકરણ થશે તો પ્રથમ ડોઝ માટે ઓક્ટોબર સુધી રાહ જોવી પડશે

મોરબી જિલ્લામાં વેક્સિનના સ્ટોકના અભાવે થંભી ગયેલી વેક્સિન કામગીરીમાં નવો સ્ટોક મળતા ફરી તેજી આવી ગઇ છે. જો કે આ ગતિ જરૂરિયાત કરતા ઘણી ઓછી છે. ખાસ કરીને 18-44 વયના યુવાનોને પ્રથમ ડોઝ માટે તેમજ 45થી વધુ વયના લોકોને બીજા ડોઝ માટે રાહ જોવી પડી રહી છે.જો આ જ ગતિએ રસીકરણ થશે તો યુવાનોને રસી મેળવવા ઓક્ટોબર સુધી રાહ જોવી પડી શકે છે. મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેર બાદ લોકોમાં વેક્સિન અંગે જાગૃતિ આવી છે છેલ્લા ત્રણ દિવસથી ફરી વેક્સિન કામગીરી શરૂ થઈ છે. ઓછો સ્ટોક આવતો હોય જેના કારણે બપોર સુધીમાં મોટા ભાગના સેન્ટરમાં રસી ખાલી થઇ જાય છે.

મોરબી જિલ્લામાં 18-44 વયના 4.97 લાખ જેટલા યુવાનો હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, જેમાથી 1.32 લાખ યુવાનોને જ વેક્સિનનો પ્રથમ ડોઝ મળ્યો છે. જો કે હજુ પણ 3.65 લાખ યુવાન રસી માટે રાહ જોઈ રહ્યા છે.જો આ જ ગતિએ વેકસીન કામગીરી ચાલશે તો આગામી ઓક્ટોબર સુધી રાહ જોવી પડશે. તો આ લોકોને બીજો ડોઝ ક્યારે મળશે તે પણ એક સવાલ છે બીજી તરફ 45થી વધુ વયના લોકો પણ 2.50 લાખથી વધુ લોકોને વેક્સિન મળી છે, તો માત્ર 75,014 લોકોને જ બીજો ડોઝ મળ્યો છે.

ઓક્ટો.થી યુવાનોનો બીજો ડોઝ શરૂ થશે
મોરબી જિલ્લામાં મોટા ભાગના લોકોને કોવિશિલ્ડના ડોઝ આપવામાં આવ્યા છે અને તેમને બીજા માટે હાલ 84 દિવસની મુદત આપવામાં આવી છે. જૂન મહીનામાં રસીનો પ્રથમ ડોઝ લેનાર યુવાનોના બીજા ડોઝનો સમય ઓક્ટોબરથી શરૂ થઈ જશે એટલે કે હાલ જેટલા દૈનિક ડોઝ આપવામાં આવે છે તેટલા યુવાનોના દૈનિક બીજા ડોઝ માટે હાજર થઈ જશે, આમ ઓક્ટોબર માસમાં 45થી વધુ વયના લોકોની સાથે સાથે 18-44 વયના લોકો પણ બીજા ડોઝ લેવા એલિજીબલ બની જશે આમ ઓક્ટોબરમાં નવા ડોઝ લેનાર તેમજ બીજો ડોઝ લેનાર સાથે થઈ જતા સેન્ટર પર ભીડ વધી જશે તેમજ જો સ્ટોક અપૂરતો હશે તો સ્થિતિ વધુ કથળી શકે છે. અને એટલા સમયમાં જો ન કરે નારાયણ, કોરોનાની ત્રીજી લહેર આવી ગઇ તો લોકો વધુ ભયમાં જીવશે એ નક્કી.

3967ને મળ્યો વેક્સિનનો ડોઝ
મોરબી જિલ્લામાં સોમવારે સરકારી અને ખાનગી સેન્ટરમાં 3967 લોકોને વેક્સિન આપવામાં આવી હતી આ 3967માં 45થી વધુ વયના 1495 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો, તો 18થી 44 વયના 2472 લોકોને ડોઝ આપવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...