કોરોના રસીકરણ:મોરબીને 3 દિવસ બાદ કોવિશિલ્ડનો જથ્થો મળતાં રસીકરણ ધીમું પડ્યું

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપરથી જ રસીનો પૂરતો સ્ટોક ન મળતાં થઇ માઠી
  • 10,000 ડોઝ ફાળવાય છે, લેવા આવ્યા 5,990 લોકો

મોરબીમાં વેક્સિનેશનની કામગીરી ગતિમાં ચાલતી હતી ત્યાં જ ઉપરથી જથ્થો ન ફાળવાતા રસીકરણ અભિયાન ત્રણ દિવસ માટે ધીમું પડી ગયું હતું, આજે ફરીથી કોવીશીલ્ડ વેકસીનનો જથ્થો ફાળવવામાં આવતા વેક્સિનેશન વધી ગયું હતું અને નિયત માત્રામાં થઇ શક્યું હતું.

સામાન્ય રીતે રાજકોટ રીજીયન સ્ટોક સેન્ટરમાંથી મોરબી જિલ્લાને દૈનિક ૧૦ હજાર ડોઝ ફાળવવામાં આવે છે જે મુજબ મોરબી જિલ્લામાં દરરોજ આઠ હજાર આસપાસ વેક્સિનેશન પણ થાય છે પરંતુ શનિવારે તથા રવિવારે મોરબી જિલ્લાને વેક્સિનનો જથ્થો ફાળવવામાં ન આવતા બંને દિવસનું મળીને કુલ ૨૪૫૭ જેટલું જ વેક્સિનેશન થઈ શક્યું હતું ત્યારબાદ સોમવારે પણ કોવિશીલ્ડ ફાળવવામાં આવી ન હતી. માત્ર કોવેકસીનનો ૨૦૦૦ ડોઝનો જથ્થો જ અપાયો હતો ત્રણ દિવસ બાદ આજે ૭૦૦૦ કોવિશીલ્ડ તથા ૫૦૦ કોવેકસીનનો જથ્થો જ ફાળવવામાં આવ્યો હતો અને જિલ્લાના 95 કેન્દ્રો પર વેક્સિનેશન થયું હતું.

જિલ્લાનું કુલ વેક્સિનેશન 67.2 ટકા
મોરબી જિલ્લામાં ૧૮ વર્ષથી વધુ વયના કુલ ૮૦૮૪૫૯ નાગરિકો છે. જેમાંથી ૫૪૩૬૩૬ ને પ્રથમ ડોઝ તથા ૧૫૨૩૮૮ ને બીજો ડોઝ અપાયો છે. આ ઉપરાંત ૪૫થી વધુ વયના લોકો નું 71.3 ટકા જયારે ૧૮ થી વધુ વયના લોકોનું ૬૩.૯ ટકા મળીને કુલ ૬૭.૨ ટકા વેકસીનેશન થયું છે જ્યારે વાંકાનેરના ૧૩, માળીયામીયાણાના ૬, મોરબીના 17 હળવદના 18 અને ટંકારાના ૭ એમ ટોટલ ૬૧ ગામોમાં સો ટકા વેક્સિનેશન થયું છે.

હવે બીજા ડોઝનું પ્રમાણ વધ્યું
મોરબી જિલ્લામાં ત્રણ દિવસ રસીકરણ ઘટયું હતું, પરંતુ આજથી ફરીથી વધુ વેક્સિનેશન ચાલુ થઇ જશે. હાલમાં દરરોજ પ્રથમ ડોઝ જેટલો જ બીજો ડોઝ લેનારા છે તેમ જ ક્યારેક બીજા ડોઝ લેનારાની સંખ્યા પ્રથમ ડોઝ કરતાં પણ વધી જાય છે. > ડો. વિપુલ કારોલીયા, આરએચસી ઓફિસર, મોરબી

અન્ય સમાચારો પણ છે...