રેડ એલર્ટ:મોરબીમાં વધુ 3 ઇંચ સાથે સિઝનનો 14 ઇંચ વરસાદ ગત વર્ષના જુલાઇ કરતાં ત્રણ ગણું પાણી વરસી ગયું

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી જિલ્લામાં આજે અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીના પગલે SDRF સહિત તંત્ર સજ્જ

છેલ્લા એક સપ્તાહથી વરસાદ આખા રાજ્યને ધમરોળી રહ્યો છે. મોરબી જિલ્લામાં પણ જાણે મેઘરાજાએ મનમૂકીને વરસવાનુ મન બનાવી લીધું હોય તેમ સતત 4-5 દિવસ થી વરસાદ વરસી રહ્યો છે. અને સોમવારે રાતથી માંડીને મંગળવાર બપોર 12 વાગ્યા સુધીમાં વધુ 3 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. આ સાથે મોરબી શહેર અને તાલુકામાં કુલ 348મીમી અેટલે કે 14 ઇંચ વરસાદ વરસી ગયો હતો. હવામાન વિભાગે સમગ્ર મોરબી જિલ્લામાં મંગળવાર અને બુધવાર એમ બે દિવસ રેડ એલર્ટ જાહેર કર્યું છે.અને જિલ્લામાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સતર્ક થયું છે. જિલ્લામાં એસડીઆરએફની ટીમ પણ એલર્ટ મોડ પર રાખી છે.રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મોરબી જિલ્લામાં પણ મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે. મોરબી જિલ્લામાં મંગળવારે સવારે પણ મેઘમહેર યથાવત રહી હતી. મોરબી સવારે 6થી 10 વાગ્યા સુધીમાં મોરબી શહેરમાં વધુ 3 ઇચ વરસાદ વરસી ગયો હતો શહેરમાં હજુ અગાઉ પડેલા વરસાદના પાણી પણ ઓસર્યા નથી ત્યાં વધુ 3 ઇંચ પાણી વરસાદ સમગ્ર શહેર જળમગ્ન થઇ ગયું છે.

સમસ્યા: મોરબી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં જનજીવન અસ્તવ્યસ્ત
મોરબીના ચિત્રકૂટ વિસ્તારથી કન્યા છાત્રાલય રોડ પર પાણી ભરાયા હતા અને આ પાણી છેક સરદાર બાગ સુધી આવતા સરદારબાગથી લઇ સ્વામિનારાયણ મંદિરના ગેટ સુધી રોડ જળમગ્ન થઇ ગયો હતો આ ઉપરાંત ગાંધી ચોકથી ચકિયા હનુમાન વિસ્તાર, અવની ચોકડી,ઉમિયા સર્કલ નજીક વિસ્તાર,શનાળા જીઆઈડીસી લાતી પ્લોટ સાવસર પ્લોટ કાયાજી પ્લોટ શક્તિ પ્લોટ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા અને લોકોને હાલાકી સહેવી પડી રહી હતી.

અન્ય તાલુકામાં મહદંશે મેઘવિરામ
મોરબી જિલ્લામાં સીઝનનો કુલ 14 ઇંચ વરસાદ છેલ્લા 8 દિવસમાં ખાબકી ગયો છે. મોરબી સિવાય બીજા તાલુકાની વાત કરીએ તો ટંકારામાં માત્ર 4 એમએમ અને માળીયામાં 02 એમ એમ વરસાદ પડયો હતો જયારે અલગ અલગ તાલુકામાં હળવા ઝાપટા વરસ્યા હતા. જોકે બપોર બાદ મોરબી જિલ્લામાં જાણે મેઘરાજાએ વિરામ લીધો હતો.

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષનો વરસાદ(મીમી)

તાલુકાજુલાઇ 21જુલાઇ 22
મોરબી110348
વાંકાનેર182190
માળિયા99184
ટંકારા121376
હળવદ78165

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...